For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીધામ-ઈન્દોર સાપ્તાહિક ટ્રેનને લીલીઝંડી : એલએચવી કોચ નહીં!

- રેલવે સ્ટેશન પર કોઈ રાજકારણીઓ ન ફરક્યા

- પ્રથમ ટ્રેનમાં નામમાત્રના મુસાફરો : હવે સર્વોદય એક્સપ્રેસ પણ ઝડપથી શરૃ કરવામાં આવે તેવી માગણી

Updated: Feb 5th, 2019

ગાંધીધામ-ઈન્દોર સાપ્તાહિક ટ્રેનને લીલીઝંડી : એલએચવી કોચ નહીં!ગાંધીધામ,તા.૪

તાજેતરમાં રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેેસની રવિવારે લીલીઝંડી આપી દેવાઈ હતી. તેવામાં સોમવારે પણ ટ્રેનને ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતેાથી પણ સ્ટેશન માસ્ટરે લીલીઝંડી આપી હતી. ચોંકાવારી વાત એ છે કે સસ્તી પ્રસિદ્ધી માટે હંમેશા તલપાપડ રહેતા રાજકારણીઓ આ વખતે હાજર રહ્યા ન હતા.

આ અંગે મળતી વિગતો મુજબ લોકસભા સ્પીકરે ઈન્દોર-ગાંધીધામ વચ્ચે સાપ્તાહિક ટ્રેનની માંગણી કરી હતી જે રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં આ  રૃટ પર ટ્રેન જાહેરાત કરાઈ હતી. આ ટ્રેનને રવિવારે ઈન્દોરની શરૃ કરાઈ હતી તો સોમવારે સાંજે પ.૪પ વાગ્યે ગાંધીધામાથી આ ટ્રેનને પ્રસૃથાન કરાઈ હતી. ગાંધીધામાથી ઉપડેલી ટ્રેન મહદઅંશે ખાલી જોવા મળી હતી.

પ્રાથમ ટ્રીપમાં નામ માત્રના મુસાફરો જોવા મળ્યા હતા. રેલવે સ્ટેશન માસ્ટર સત્યેન્દ્ર યાદવ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. સામાન્ય રીતે ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને લીલી ઝંડી આપવાના કાર્યક્રમમાં રાજકારણીઓ પ્રસિદ્ધી માટે આવી જતા હોય છે પરંતુ સોમવારે આ નવી ટ્રેનની શરૃઆત સમયે કોઈ રાજકારણીઓ ફરકયા ન હતા. જો કે આ નવી ટ્રેનના કોચ એલએચવી ન હોવાનું બહાર આવ્યું હતું.

Gujarat