Gujarat

ચાર માસથી હવામાનમાં થતા ફેરફારના કારણે દાડમના પાકમાં ફુગ જન્ય બિમારી

By GS Team
31 Dec 20211 min read
This article was originally published on 31 Dec 2021
ચાર માસથી હવામાનમાં થતા ફેરફારના કારણે દાડમના પાકમાં ફુગ જન્ય બિમારી

ભુજ, ગુરૃવાર

છેલ્લા થોડા વર્ષોથી કચ્છના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. કચ્છની કેસર કેરીની માંગ દેશ-વિદેશમાં છે. પશ્ચિમ કચ્છના ખેડૂતો મુખ્યત્વે દાડમની ખેતી કરે છે. જો કે છેલ્લા થોડા સમયાથી વાતાવરણમાં થતા રહેતા ફેરફારના કારણે પાકમાં ફુગ જન્ય બિમારી વાધી છે તો બીજી બાજુ દાડમના ભાવ ગગડી જતા પડતર જેટલા પણ દામ ન મળતા હોવાથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે સામાન્ય રીતે કચ્છમાં અનિયમિત રહે છે. કયારેક વધુ વરસાદ તો કયારેક કોરૃં ધોકારના કારણે ભૂગર્ભ જળ ઉંડા ઉતરી ગયા છે અને પાણીમાં ક્ષારનું પ્રમાણ વાધી જવાથી ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ આ વખતે વાતાવરણમાં છેલ્લા ચાર માસાથી અચાનક થતા રહેલા ફેરફારના કારણે એકાદ પખવાડિયાથી દાડમના ભાવ ઓછા મળતા કિસાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાડમનો પાક લેતા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે દાડમ તૈયાર થતા ફાટી જાય છે. ઉપરાંત હાલમાં માવઠાના પગલે પાકમાં ફુગજન્ય બિમારી લાગુ થતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. દાડમનો સંગ્રહ ન કરી શકાતા જે ભાવ મળે એ ભાવમાં કાઢી નાખવા પડે છે. જેાથી ધરતીપુત્રોને મોટો આિાર્થક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.