Get The App

પદયાત્રિકો-સેવા કેમ્પથી ધમધમતા કચ્છના ધોરીમાર્ગો સુમસામ બન્યા

- માતાનામઢ આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

- નવરાત્રિ પર્વને અનુલક્ષીને વ્યાપાર કરતા ધંધાર્થીઓની ઔઆશા પર પાણી ફરી વળતા ભારે હતાશામાં ઘેરાઈ ગયા

Updated: Oct 16th, 2020

GS TEAM

Google News
Google News
પદયાત્રિકો-સેવા કેમ્પથી ધમધમતા કચ્છના ધોરીમાર્ગો સુમસામ બન્યા 1 - image

ભુજ, ગુરૃવાર 

વૈશ્વિક મહામારીના પગલે કચ્છના ઈતિહાસમાં પ્રાથમવાર માતાનામઢ સિૃથત આઈ આશાપુરાના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રખાતા જિલ્લાના તમામ ધોરીમાર્ગ પદયાત્રીઓ અને સેવા કેમ્પ વિના સુમસામ ભાસી રહ્યા છે. નવરાત્રીને સંલગ્ન સીઝનલ ધંધાના વ્યાપારીઓની આશા પર પાણી ફરી વળતા નિરાશામાં ધકેલાયા છે. 

સામાન્ય રીતે આ દિવસો દરમિયાન કચ્છના માતાનામઢ જતા તમામ રસ્તા પદયાત્રીઓાથી ગાજતા હોય છે. ઠેર-ઠેર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ૨૪ કલાક ધમાધમતા હોય છે તાથા દેશદેવી આશાપુરાની છબી અને કેસરિયા રંગના ધ્વજવાળા વાહનોની કતારો જોવા મળે છે. પદયાત્રી હોય કે વાહન ચાલકો આશાપુરાના ગરબા વગાડતા, જય જયકાર કરતા પંથ કાપતા હોય છે. વાતાવરણમાં આશાપુરી ધુપની મહેક પ્રસરતી હોય છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે રસ્તા સુમસામ ભાસે છે. જિલ્લાના માર્ગો પર એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓની દોડાદોડ થતા લોકોમાં પણ ભય ફેલાયો છે. 

ઉપરાંત નવરાત્રી દરમ્યાન ઈલેકટ્રીક માલ-સામાનની દુકાનોમાં પણ ઝાકઝમાળની જગ્યાએ રોશની ઓજપાતી જોવા મળે છે. આવી જ હાલત વાસણના વ્યવસાય સાથે સંકડાયેલા વેપારીઓની છે. આ પર્વ ટાણે વાસણોની લહાણી કરવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે કોઈ દાતાઓ દ્વારા વાસણોની લહાણી અંગે પુછપરછ ન હોવાથી વેપારીઓ નવી ખરીદીના ઓર્ડર આપતા ગભરાઈ રહ્યા છે. તેમજ માતાજીની ચુંદડી, પુજાપો વહેંચતા વેપારીઓના કહેવા ભુતકાળમાં ક્યારેય આવા કપરા સમયનો સામનો નાથી કરવો પડયો. અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીના નીજ મંદિરમાં સાકર, નાળિયેર, ચુંદડી પાધરાવવા પર પ્રતિબંધ હોવાથી પુજાપાની આવી વસ્તુઓ લોકો ખરીદતા પણ નાથી. 

Tags :