પુર્વ કચ્છના પાંચ હજારથી વધુ છાત્રો હજુ પાઠયપુસ્તક વિહોણા
- વિદ્યાર્થીઓને અપાતા ઓનલાઈન શિક્ષણ વચ્ચે
- કોરોનાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ, પાઠય પુસ્તક આવે એટલે સમયસર વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવશે
ભુજ, સોમવાર
રાજ્યના છેવાડાના આ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની ડબલ સદી થવાના આરે છે. તો બીજી તરફ કોરોનાના ભય વચ્ચે અનલોક-૨ અમલી બનતા મોટાભાગના વ્યવસાયકારો અને ધંધાર્થીઓને છુટછાટ અપાતા જનજીવન સામાન્ય થતું જાય છે. જોકે શૈક્ષણિક તમામ સંસૃથાઓ બંધ રાખવાના સરકારના આદેશ સાથે બાળકોનું ભણતર ન બગડે એવા હેતુ ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓને અપાય છે. પરંતુ મળતી માહિતી મુજબ પુર્વ કચ્છના સરકારી અને માધ્યમિક શાળાઓમાં પાંચ હજારાથી વધુ વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો હજુ સુાધી મળ્યા નાથી!
પૂર્વ કચ્છમાં વૈશ્વિક મહામારીના ભય વચ્ચે લાંબા લોકડાઉન બાદ અનલોક-૨માં જનજીવન પુર્વવત થવા લાગ્યું છે. છાત્રોના ભવિષ્યનો વિચાર કરીને ઓનલાઈન શૈક્ષણિક કાર્ય આપવાનું શરૃ કરાયું છે. પરંતુ પુર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકામાં ધો. ૯માં ગુજરાતી, અંગ્રેજી, પી.ટી., કોમ્પ્યુટરના પાઠય પુસ્તકો વિદ્યાર્થીઓને નાથી મળ્યા. તેમજ ધોરણ ૧૦માં ગુજરાતી, અંગ્રેજી, સમાજવિદ્યા તાથા ધો. ૧૧માં અંગ્રેજી પાઠય પુસ્તક વિદ્યાર્થીઓ સુાધી પહોંચ્યા નાથી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ત્રણેય ધોરણના ત્રણ હજારાથી વધુ છાત્રો પુસ્તક વગરના રહી ગયા છે. જોકે આ બાબતે જવાબદારોના કહેવા મુજબ કોરોનાના કારણે પુસ્તકોની ગાડીઓ આવવામાં વિલંબ થયો છે. દર વર્ષે પાંચ ગાડીમાં આવે છે આ વર્ષે ત્રણ ગાડી આવી છે. બે ગાડી હજુ આવવાની બાકી છે. જે આગામી ટુંક સમયમાં આવી જશે. રાપર અને ભચાઉ તાલુકામાં પણ પુરતા પાઠય પુસ્તકો ન મળ્યા હોવાનું વાલીવર્ગ જણાવે છે. આ તાલુકામાં ધો. ૯માં વિજ્ઞાન, અંગ્રેજી, શારીરિક શિક્ષણના પુસ્તકો તાથા ધો. ૧૨ના ગુજરાતી નું પુસ્તક વિદ્યાર્થીઓ સુાધી પહોંચ્યું નાથી. રાપર અને ભચાઉની અંદાજીત ૫૦ જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાના અંદાજીત ૩ હજાર જેટલા બાળકો પાઠય પુસ્તક વિહોણા છે. તો વધુ મળતી માહિતી મુજબ સામખીયાળી અને ભચાઉની મોડેલ શાળામાં પણ ધો. ૬ થી ૮ ના પાઠયપુસ્તકો નાથી પહોંચ્યા. આ બાબતે જવાબદારોના કહેવા મુજબ પુસ્તકોની ગાડીઓ આવે એ રીતે વિતરણ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. આમ કોરોનાની અસર શિક્ષણ તંત્રને થઈ છે. વાલીઓના કહેવા મુજબ પૈસા ખર્ચ્યા પછી પણ પુસ્તકો સમયસર મળતા નાથી.