ભુજના પશુ ઉછેર કેન્દ્રમાંથી પશુઓને રખાલોમાં મુકવાના બદલે પુરી રખાયા
- ગંદકીમાં પશુઓને રાખવાની મનમાની કરતા સરકારી બાબુઓની નિંભરતા
- દર વર્ષે પશુઓને વરસાદ બાદ સારા ચારા-પાણીની આવક થતા ૫થી ૬ માસ જંગલમાં મુકવામાં આવે છે ઃકેદીઓને જેમ પાંજરામાં રહેતા અબોલ પશુઓ
ભુજ, બુાધવાર
ભુજ ખાતે આવેલા સરકારી પશુ ઉછેર કેન્દ્રમાં પશુઓને ગંદકી વચ્ચે રાખવામાં આવતી હોવાની સમસ્યા લાંબા સમયાથી ચાલી આવે છે. જ્યારે પણ આ બાબતે અખબારોના પાને ચડે ત્યારે અિધકારી સફાઈ કરાવી નાખે પરંતુ થોડા સમયમાં ફરી એ જ નર્કભરી સિૃથતીમાં પશુઓ આવી જતાં હોય છે. આટલો જુલમ ઓછો હોય તેમ વરસાદના દિવસોમાં પશુઓને રખાલોમાં મુકવાના હોય છે તે પણ આ વર્ષે હજીસુાધી સરકારી અિધકારીએ ન મુકાતા ચાર દિવાલો વચ્ચે પશુઓ કેદીઓની જેમ જેલવાસ કાઢી રહ્યા હોય તેવી સિૃથતી છે.
મળતી માહિતી મુજબ મામતલદાર કચેરી પાસે આવેલા પશુ ઉછેર કેન્દ્રમાં ૩૦૦થી જેટલી ગાય તાથા ૨૫૦થી વધુ જાતવાન ભેંસ છે. સરકારે આ પશુઓના નિભાવ માટે પશુ વિભાગને ભારાપર પાસે અને નખત્રાણા તાલુકામાં નિરોણા પાસે બે રખાલ (જંગલવિસ્તાર) આપી છે. જ્યાં આ પશુઓને સારા વરસાદ બાદ પાણીની આવક ઉપરાંત ચારો ઉગી નીકળતા ચરવા માટે મુકવાના હોય છે. ગત વર્ષે પણ ૮માસ જેટલો સમય પશુઓ જંગલવિસ્તારમાં કુદરતી વાતાવરણમાં રહ્યા હતા. પરંતુ આ વર્ષે નર્કજેવી સિૃથતી ઉભી કરનારા સરકારી અિધકારી પશુઓ પ્રત્યેની સંવેદનના ગુમાવી બેઠા હોય તેમ આજદિન સુાધી પશુઓને રખાલમાં મુક્યા નાથી. કોઈ ગુના બદલ પાંજરાપોળમાં આ પશુઓ કેદીની જેમ રહેતા હોય તેવી સિૃથતી સરકારી અિધકારીઓએ કરી દિાધી છે. સરકારે સ્પેશિયલ જંગલવિસ્તાર અનામત આપેલો હોવાછતાં નિંભર અિધકારીઓ પશુઓના હિત અને સ્વાસ્થ્ય માટે કોઈ વિચાર કે રસ લઈ રહ્યા નાથી. ગત માસે ઘુંટણ જેટલો કીચડ થઈ ગયા બાદ આ મામલો બહાર આવ્યો ત્યારે રાતોરાત સફાઈ કરાવી દેનારા પશુ નિયામકે આ મુદે પુછતા તેમણે એ જ ચવાયેલું બહાનું આગળ ધર્યું હતું કે, પશુઓને ચરાવવા માટે પુરતો સ્ટાફ નાથી. જેની ભર્તીની પ્રક્રીયા ચાલી રહી છે, તે થઈ જતાં મુકાશે. જો કે,નવાઈ એ બાબતની છે કે, આ સ્ટાફની ભરતી પ્રક્રીયા છેલ્લા કેટલાય વર્ષાથી અધૃધરતાલ છે. ફીકસ પગાર કામદારોને રાખવાની કામગીરી જાણીબુઝીને અિધકારીઓ કરતા નાથી. અનેક ઠેેકદારો કામગીરીમાં રસ લેવા તૈયાર છે પરંતુ અિધકારીઓ દ્વારા જ કાર્યવાહી અભેરાઈ ચડાવી દેવાઈ છે.જેન કારણે પશુઓના રખ- રખાવાથી લઈને અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. કલેકટર જાતે આ મુદે રસ લઈને અબોલ પશુઓને વ્હારે આવીને અનેક સમસ્યાનો નિકાલ કરાવે તેવી માંગણી પશુપ્રેમીઓ દ્વારા કરાઈ છે.