Get The App

૧ લી જાન્યુઆરીથી ભુજ બસ પોર્ટ પરથી શરૃ થશે એસ.ટી.ની અવરજવર

- બસ પોર્ટ આસપાસના ધંધાર્થીઓમાં નવા પ્રાણ પુરાશે

- ભુજ- અમદાવાદ રૃટની પ્રથમ બસ ઉપડશે : ભુજ બસ પોર્ટ પરથી કયારે કઈ બસ ઉપડશેઃ એસ.ટી.તંત્રએ બહાર પાડી યાદી

Updated: Dec 29th, 2023

GS TEAM


Google News
Google News
૧ લી જાન્યુઆરીથી ભુજ બસ પોર્ટ પરથી શરૃ થશે એસ.ટી.ની અવરજવર 1 - image

ભુજ, ગુરૃવાર 

મુખ્યમંત્રીના હસ્તે ભુજ ખાતે પી.પી.પી ધોરણે આાધુનિક નિર્માણ પામેલ બસ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવ્યા બાદ હવે ગણતરીના બે દિવસો પછી જુના સૃથળે બસ સ્ટેશન ધમાધમી ઉઠશે. અંગ્રેજી નવા વર્ષના પ્રાથમ દિવસે એટલે કે તારીખ ૧ લી જાન્યુઆરીના સવારે ૪.૧૫ કલાકે પ્રાથમ ભુજ- અમદાવાદ રૃટની બસ ઉપડશે. ત્યારબાદ અન્ય લોકલ- એકસપ્રેસ રૃટો પણ ચાલુ કરી દેવાશે. 

આજરોજ વિભાગીય નિયામકે લોકલ એકસપ્રેસ રૃટો- પ્લેટફોર્મ અંગેની યાદી બહાર પાડી હતી જે મુજબ પ્લેટ ફોર્મ નં ૧ થી ૩ ભુજ ખાતે પૂર્ણ થતી ટ્રીપના પ્રવાસીઓ ઉતરવા માટે ઉપયોગ કરવા સારું,પ્લેટ ફોર્મ નં ૪ નિરોણા, ખાવડા અને લોડાઈ તરફ,પ્લેટ ફોર્મ નં ૫ નખત્રાણા, માતાનામઢ, નારાયણ સરોવર,કોટેશ્વર તરફ,પ્લેટ ફોર્મ નં ૬ મંગવાણા,નલિયા તરફ,પ્લેટ ફોર્મ નં ૭/૮ ગઢશીશા,માંડવી તરફ,પ્લેટ ફોર્મ નં ૯ કેરા, રામાણીયા,વાંકી,મુન્દ્રા તરફ, પ્લેટ ફોર્મ નં ૧૦ દુાધઈ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર તરફ,પ્લેટ ફોર્મ નં ૧૧ રાધનપુર, પાલનપુર, મહેસાણા તરફ,પ્લેટ ફોર્મ નં ૧૨ રાજકોટ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, જામનગર તરફ,પ્લેટ ફોર્મ નં ૧૩ પ્રીમીયમ સવસ(૧૧)પ્લેટ ફોર્મ નં ૧૪/૧૫ અમદાવાદ, સુરત,વલસાડ, ગોધરા, દાહોદ, છોટા ઉદયપુર તરફની ગાડી માટે રહેશે.

ઉલ્લેખનિય છે કે, લગભગ છ વર્ષ પછીના લાંબા સમયગાળા બાદ આ સૃથળે ફરી બસ સ્ટેશન શરૃ થશે. નવનિર્મિત ભુજ બસ પોર્ટ આઈકોનીક હોવાથી અલગ જ ઓળખ છે. વળી, અત્યાર સુાધી પ્રવાસીઓને જે પણ હાલાકી પડતી હતી તે હાલાકીનો અંત આવવા પામશે. શહેરીજનો- ગ્રામ્ય વિસ્તારના પ્રવાસીઓને રીક્ષા ભાડા ખર્ચીને સંસ્કાર નગર નહિં જવું પડે. ભુજ બસ સ્ટેશન આસપાસના ધંધાર્થીઓમાં પણ નવા પ્રાણ પુરાશે. બસ પોર્ટ આસપાસના તમામ ધંધાર્થીઓની આવકમાં વાધારો થશે. તેમાં પણ ચા નાસ્તા, સ્ેસ્ટોરેન્ટ, ખાણી પીણી, ઠંડા પીણાના ધંધાર્થીઓની આવક બમણી થશે. ઉપરાંત અન્ય ધંધાર્થીઓને પણ બસ પોર્ટ શરૃ થવાથી ફાયદો થશે.

Tags :