For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વારસાગત ન હોવા છતાં એક જ પરિવારમાં વારંવાર ટીબીના કેસ

- ટીબી સામે જંગ લડવા ઝરપરાના આરોગ્ય કર્મચારીઓને તાલીમબધ્ધ કરાયા

Updated: Mar 13th, 2023

Article Content Imageઝરપરા, તા.૧૨

 સદીઓ બદલાઈ હોવા છતાં મનુષ્ય આજે પણ ટીબી એટલે કે ક્ષય રોગની સામે ઝઝૂમી રહ્યો છે. ટીબીનો ઇતિહાસ મનુષ્યની ઉત્પત્તિ જેટલો જ જૂનો હોવાનું માનવામાં આવે છે આ રોગ વિકસિત દેશોમાં પણ ક્યારેય નાબૂદ થઈ શક્યો નાથી ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશના પ્રાધાનમંત્રી ના ૨૦૨૫ સુાધીમાં ટીબી મુક્ત ભારતના સપનાને સાકાર કરવાના પ્રયાસોના ભાગરૃપે તાજેતરમાં ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆની અધ્યક્ષતામાં તમામ સુપરવાઈઝર, સી.એચ.ઓ., ી અને પુરુષ આરોગ્ય કાર્યકર અને આશા બહેનો માટે સી-૧૯ નિદાન પધૃધતિ અને ટી.પી.ટી. સારવાર પધૃધતિ અંગે તાલીમ યોજવામાં આવી હતી.

ચેપી ટીબીના દર્દીના સીધા સંપર્કમાં આવનાર ઘરના તમામ સભ્યોના લોહીના નમૂના લઈને ઇગરા ટેસ્ટ કરવામાં આવ્યા બાદ પોઝીટીવ રિઝલ્ટ વાળા વ્યક્તિની એક્સ-રે તપાસ કરાવવી પડે છે જે માટે ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેને ધ્યાને લઈને ગુજરાતમાં સંભવત સૌ પ્રાથમ દુર્ગમ એવા કચ્છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૮૦ લાખના ફ્યુઝી ફિલ્મના પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબી અને તેને લગતી આનુસંગિક તપાસ કરીને માત્ર ૨ મિનિટમાં જ સચોટ નિદાન કરી આપવામાં આવશે એવી જાણકારી આપતા સી-૧૯ પ્રોજકેટના રેડીયોગ્રાફર યાશરભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં ૫ તાલુકા વચ્ચે ૧ એવી ૨ મોબાઈલ વાહન ફાળવવામાં આવી છે જેના દ્વારા નક્કી કરેલ વિસ્તારમાં એક દિવસમાં ટીબીના સંભવિત ચેપ હોવાની શક્યતા વાળા ૧૦૦ વ્યક્તિઓની એક્સ-રે દ્વારા તપાસ કરી નિદાન કરવાનું શકય બનશે. આવી તાલીમો દરેક તાલુકામાં જિલ્લા ટીબી અિધકારી ડો. મનોજભાઈ દવે અને જીત પ્રોજેકટ લીડર દિલીપભાઈ જાદવના સીધા માર્ગદર્શન હેઠળ આપવામાં આવી રહી છે ત્યારે ઝરપરામાં યોજાયેલ તાલીમમાં કોમ્યુનિટી કાઉન્સિલર દીક્ષિતભાઈ સિજુ, તરુણભાઈ ગોરડીયા, ફિયાઝભાઈ ખત્રી, નોડલ સી.એચ.ઓ. ડો. હસનઅલી આગરિયા, હેલૃથ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર વિગેરે સહયોગી રહ્યા હતા. ટીબી અંગેની કવીઝ સ્પાર્ધના ૧૦ વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાલીમ બાદ કેન્દ્રના મેડિકલ ઓફિસરની અધ્યક્ષતામાં તમામ રાષ્ટ્રીય કાર્યક્રમો હેઠળ થયેલ કામગીરીનું વાષક મૂલ્યાંકન કરવાની સાથે સુાધારાત્મક સૂચનો કરી સમૂહ ભોજન બાદ તમામ કર્મચારીઓને પ્રોત્સાહનરૃપે કીટબેગ આપવામાં આવી હતી.

ચેપી અને બીનચેપી એમ બે પ્રકારનો ટીબી જોવા મળે છે  

તાલુકા કાઉન્સીલર જયંતિભાઈ મહેશ્વરીએ ટીબી અટકાયત સારવાર પધૃધતિ (ટીપીટી) અંગે વિગતવાર સમજણ આપતા જણાવ્યું હતું કે ચેપી અને બીનચેપી એમ બે પ્રકારનો ટીબી જોવા મળે છે જેમાં ચેપી એટલે કે ફેફસાના ટીબીમાં દર્દી ઉાધરસ કે છીંક દ્વારા ટીબીના જીવાણુઓ (એરબોર્ન બેક્ટેરિયા)ને હવામાં ફેલાવે છે આ બેક્ટેરિયા તંદુરસ્ત વ્યક્તિના શ્વાસ દ્વારા તેના શરીરમાં દાખલ થાય છે ત્યારે ત્રણ પરિસિૃથતિનું નિર્માણ થાય છે પ્રાથમ તો સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર વ્યક્તિ ટીબીના બેક્ટેરિયાનો નાશ કરીને ટીબીથી બચી જાય છે, બીજુ ટીબીના જીવાણુનો ભોગ બની ટીબીની સારવાર લઈને સાજો થઈ શકે છે જયારે અત્યાર સુાધી ધ્યાનબાર રહી ગયેલ ત્રીજી પરિસિૃથતિમાં ટીબીના જીવાણુ તંદુરસ્ત માનવ શરીરમાં પ્રવેશીને સુષુપ્ત અવસૃથામાં ફેફસામાં આરામ ફરમાવે છે જેને લેટેન્ટ ટીબી તરીખે ઓળખવામાં આવે છે આ સુષુપ્ત બેક્ટેરિયા સમય જતા ટીબીના નવા દર્દીને જન્મ આપે છે. એટલે જ ટીબી રોગ વારસાગત ન હોવા છતાં એક જ પરિવારમાં સમયાંતરે તેના કેસો જોવા મળે છે. આ સુષુપ્ત ટીબીની સામે જંગ લડવા ટીબીના દર્દીના સીધા સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ટીબીનો ચેપ લાગ્યો છે કે નહીં તેનું નિદાન કરવા માટે લોહીના નમુના લઈને ઇગરા ટેસ્ટ કરવામાં આવે છે આ ટેસ્ટાથી ટીબીનું અતિસુક્ષમ નિદાન પણ શકય બને છે. ઈગરા ટેસ્ટમાં પોઝિટિવ રીઝલ્ટ આવતા વ્યક્તિમાં ટીબીના સુષુપ્ત જંતુ હોવાની જાણકારી મળે છે પરંતુ વ્યક્તિમાં ટીબીના કોઈ લક્ષણો દેખાતા નાથી તેાથી ટીબી રોગની પુષ્ટિ કરવા માટે એક્સ-રે તપાસ કરવામાં આવે છે અને જો તે પોઝિટિવ આવે તો સક્રિય ટીબીનો દર્દી ગણીને તેની ૬ થી ૧૮ માસની સારવાર કરવામાં આવે છે. પરંતુ ઇગરા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ એક્સ-રે નેગેટિવ આવે તો એવા વ્યક્તિને દર અઠવાડિયે એક દવાનો ડોજ એમ ત્રણ મહિનામાં ટીપીટી દવાના બાર ડોઝ આપવાથી સુષુપ્ત ટીબીગ્રસ્ત વ્યક્તિ ૧૦ વર્ષ સુાધી ભયમુક્ત રહી શકે છે એવી જાણકારી તાલીમમાં આપવામાં આવી હતી. 

Gujarat