Get The App

લોકોના ઘરે જઈ ગુગલ પે કે રોકડમાં વીજબિલ ચૂકવવાના નામે છેતરપિંડી

- સાવધાન : પીજીવીસીએલના કર્મચારીઓના નામે ઠગાઈની નવી પદ્ધતિ

- નંબરપ્લેટ વગરની અલ્ટો, યુનિફોર્મ કે આઈડી કાર્ડ વગર ફરતા આ શખ્સો લોકોને વીજબિલ ભરવા દબાણ કરી રહ્યા છે

Updated: Nov 28th, 2021

GS TEAM


Google News
Google News
લોકોના ઘરે જઈ ગુગલ પે કે રોકડમાં વીજબિલ ચૂકવવાના નામે છેતરપિંડી 1 - image

ભુજ, શનિવાર

કચ્છમાં દાગીના ધોઈ દેવાના નામે કે ચીજવસ્તુ વેંચવાના નામે લોકોના ઘેર જઈને છેતરપિંડી કે લુંટ કરવાના બનાવ સામાન્ય બની ચુક્યા છે. હવે ઠગટોળકીએ લોકોને મુર્ખ બનાવવાનો નવો આઈડીયા  શોધી કાઢ્યો હોય  તેમ કચ્છમાં પીજીવીસીએલના કર્મચારીઓ  બનીને બાકી વીજબીલના  નાણા ગુગલ પે આૃથવા રોકડમાં  ઉઘરાવી ઠગવાનું શરૃ કર્યું છે. ત્યારે લોકો આવા ધુતારાથી સાવાધાન થઈ જાય તાથા આવા કોઈ શખ્સો નજરે ચડે તો પોલીસને જાણ કરે તે જરૃરી છે. મેઘપર -બોરીચીમાં આ પ્રકારનો બનાવ બનવા પામ્યો હતો. જોકે, પતિ-પત્નીની સાવાધાનીથી  આ શખ્સો નાસી છુટયા હતા. 

આ અંગે મળતી માહિતી મુજબ તાજેતરમાં બે વ્યક્તિઓ એક નોંધણી વગરની અલ્ટો કારમાં મેઘપર બોરીચી અંજાર ખાતે પહોંચ્યા હતા. રવિન્દ્ર સબરવાલ નામના ગૃહસૃથના ઘરમાં ઘુસીને તેમની પત્નિ પાસેાથી લાઈટબિલ માંગીને  ભરવાપાત્ર  નાણા તે વ્યક્તિઓના પર્સનલ ગુગલ પે નંબર પર આૃથવા રોકડમાં ચુકવી દેવા દબાણ કર્યું હતું.આ રીતે તેઓ કોલોનીમાં અન્ય પાસેાથી પણ બિલની રકમ લીધી હોવાનું જણાવીને મહિલાને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલા સાવાધાન થઈ જતાં તેણે સાવચેતીપુર્વક તેના પતિને ફોન કરીને તે શખ્સો સાથે વાત કરાવી હતી. જેમાં રવિન્દ્ર સબરવાલે હંમેશાની જેમ તેઓ લાઈટબીલ ઓનલાઈન ભરી દેશે તેવું જણાવ્યા છતાં તે શખ્સોએ નાણા આપવા આગ્રહ ચાલુ રાખ્યો હતો. નવાઈ વચ્ચે તે શખ્સો યુનિફોર્મ માં પણ ન હતા તેમના આઈકાર્ડ પણ ન હતા. જ્યારે શખ્સોના નામ અને મોબાઈલ નંબર જણાવવાનું કહેતા, એક શખ્સે પોતાનું નામ રાજન પંડયા જણાવીને ગુગલ પેનો નંબર પણ આપ્યો હતો. જે બાદ દાળમાં કંઈ કાળું હોવાની ભાળી જતા મકાનમાલિકે અંજારના પીજીવીસીએલના અિધકારી સાથે વાત કરવા ફોન જોડતા બંને વ્યક્તિઓ ગાડી લઈને નાસી ગયા હતા. આ ઘટનામાં જોકે, સાવાધાની રાખતા પરિવાર ઠગાઈાથી બચી થયો હતો. પરંતુ અન્ય કેટલાય લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હશે તે તપાસનો વિષય છે. ત્યારે આ બાબતે પીજીવીસીએલ તાથા પોલીસ દ્વારા તપાસ કરીને આ ધુતારા ટોળકીને પકડવામાં આવે તેવી માંગણી કરાઈ છે. તાથા અન્ય લોકો પણ સાવાધાન બનીને આવા કોઈ શખ્સો જણાય તો પોલીસને જાણ કરે તેવો અનુરોધ કરાયો છે.

પીજીવીસીએલના કર્મચારીઓ નથી- વીજકંપની

અંજાર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનરે રાવે આ બાબતે જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓ હંમેશા યુનિફોર્મ તાથા આઈડી કાર્ડ સાથે હોય છે.અને તેઓ રીસિપ્ટ બુક લઈને જતાં હોય છે, સૃથળ પર તેની પહોંચ પણ આપે છે. ગુગલ પે મારફતે કોઈ નાણા લેવાતા નાથી. નંબર પ્લેટ વગર ફરતા આવા શખ્સો ઠગો છે. તે વીજકંપનીના કર્મચારીઓ નાથી તેાથી લોકોને સાવાધાન રહેવું જરૃરી છે.તાથા આ બાબતે પોલીસને જાણ કરવી. 

Tags :