Get The App

કચ્છમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા, સામખિયાળીનો આખો પરિવાર ઝપટમાં

- ૧૮ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ, ૨૯ દિવસની બાળકીએ કોરોનાને હરાવ્યો

Updated: May 30th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા, સામખિયાળીનો આખો પરિવાર ઝપટમાં 1 - image

ભુજ, શુક્રવાર

કચ્છમાં બહારાથી આવનારા લોકો થકી કોરોનાના કેસ કુદકે-ભુસકે વાધી રહ્યા છે. ગઈકાલે  રાપરની ૬૮ વર્ષીય વૃધૃધા કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેના સંપર્કમાં આવનારા સામખિયાળી ખાતે  રહેતા પરિવારજનોના નમુના લેવાયા હતા. જેમાં વૃધૃધાના પુત્ર ,પુત્રવધુ સહિત  બે બાળકીના ટેસ્ટ આજે પોઝિટિવ આવતા આખો પરીવાર વાયરસનો શિકાર બની ગયો છે. આમ નવા ૪ કેસનો આજે ઉમેરો થતા કચ્છમાં વાયસરની ઝપટે ચડેલા લોકોનો આંક ૭૯ થઈ ગયો છે.

વહીવટીતંત્ર દ્વારા જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે રાપરની ૬૮ વર્ષીય ખતીજા આદમ ખત્રીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા તેના પરીવારજનોનો ટેસ્ટ કરાયો હતો. જેમાં આ વૃધૃધાના પુત્ર , પુત્રવધુ તાથા તેની બે  બાળકી કોરોના વાયરસનો ભોગ બની છે. ભચાઉ તાલુકાના સામખિયાળીના જમાતખાના વિસ્તારમાં રહેતો આ પરીવાર પોઝીટીવ માલુમ પડતા સમગ્ર વિસ્તારને સીલ કરાયો છે. સંક્રમણના સંકજામાં આવેલા ખત્રી પરીવારમાં ૨૮ વર્ષીય પુત્ર,૨૫ વર્ષીય  પુત્રવધુ તાથા ૩ તેમજ  ૬ વર્ષીય બે પુત્રીઓનો સમાવેશ થાય છે. જ્યારે તા.૨૪ના રોજ જી.કે.જનરલ હોસ્પિટલ ભુજમાં સારવાર માટે દાખલ થયેલા માંડવીના મદનપુરા વિસ્તારના જેન્તીલાલ પટેલની સિૃથતી ગંભીર બની જતા તેઓને હાલે વેન્ટીલેટર પર સારવાર હેઠળ રખાયા છે. આમ, કચ્છમાં અત્યારસુાધી વાયરસનો ચેપ લાગેલ ૭૯ વ્યક્તિઓ થઈ ગયા છે. જેમાંથી ૩ના  મોત થઈ ચુક્યા છે. ૪૭ વ્યક્તિઓ અત્યારસુાધી સાજા થયેલા છે જ્યારે હાલે ૨૯ દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે, આજે વધુ ૧૮ દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી. જેમાં  ૧૪ દર્દીઓ પુર્વ કચ્છની આદિપુર ખાતેની હરીઓમ હોસ્પિટલમાંથી તાથા ૪ દર્દી જી.કે જનરલમાંથી ઘરે  પરત ફર્યા હતા. જેમાં જુના કટારીયાની ૨૯ માસની હિરવા ડુંબરીયા નામની બાળકીનો પણ સમાવેશ થાય છે. 

આદીપુરના ૨-બીનો વિસ્તાર કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાંથી મુકત

ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે કોરોના વાયરસનો પોઝીટીવ જાહેર થતાં આદિપુરના ૨-બી વિસ્તારના મકાન નં.૨૧૯ થી ૨૩૮ અને ૪-એ વિસ્તારના મકાન નં.૧ થી ૧૦ સુાધીનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.જે હવે મુક્ત જાહેર કરાયો છે.  આદીપુર ૨/બી વિસ્તારમાં એસઆરસી બંગલો નં.૯ (મકાન નં.૨૩૬) માં દર્દીનું તા.૧૨/૫ ના અમદાવાદ ખાનગી લેબમાં સેમ્પલ લેવાયેલ હતું. અને તા.૧૬/૫ના કોરોનાપોઝીટીવ કેસ જાહેર થતાં  તેઓના કુટુંબને તા.૧૬થી ઈન્સ્ટીટયુશનલ કવોરન્ટાઇન કરાયેલા હતા. આ વિસ્તારમાં અન્ય કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલા નાથી તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલા ન હોવાથી આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન પૂર્ણ કરાયો છે.

દરશડી ગામનું યક્ષ ફળિયુ કોવીડ-૧૯ કન્ટેન્મેન્ટ એરિયા જાહેર 

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દરશડી ગામનું યક્ષ ફળિયુ તા.૯/૬ સુાધી કોવીડ-૧૯ કન્ટેન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં માંડવી તાલુકાનો દરશડી ગામના યક્ષ ફળિયામાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં, આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષાની તકેદારીની બાબતમાં ધ્યાને લેતા આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલો  છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ ગામની નજીકમાં આવેલ ગામના લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર  શિક્ષાપાત્ર પગલા  ભરાશે .

Tags :