Get The App

પૂર્વ મુખ્યમંત્રી મહેતાની આજે પુણ્યતિથિઃ કચ્છમાં સ્મારકની અવદશા

- ૧૯૬૫: કચ્છ સરહદ પર પાકિસ્તાનના હવાઈ હુમલાનો ભોગ સાત શહીદની યાદ

- સરકારે શહીદ સ્મારક તો બનાવ્યું પણ તેની દેખભાળ કે રખેવાળી માટે કોઈ વ્યવસ્થા ન કરાતા સ્મારકના પોપડાં ખરી રહ્યાં છે

Updated: Sep 19th, 2022

GS TEAM

Google News
Google News
પૂર્વ મુખ્યમંત્રી મહેતાની આજે પુણ્યતિથિઃ કચ્છમાં સ્મારકની અવદશા 1 - image

ભુજ,રવિવાર

૧૯૬૫ના યુધૃધ વખતે ભારતના લશ્કરી જવાનોનું મનોબળ વાધારવા માટે તત્કાલિન મુંખ્યમંત્રી બળવંતરાય મહેતા ખાસ વિમાનમાં કચ્છ ગયા હતા. કચ્છ સરહદે પાકિસ્તાને કરેલા હવાઈ હૂમલામાં બળવંતરાય મહેતા અને તેમના અંગત સ્ટાફ સહિત સાત વ્યક્તિ શહીદ થયા હતા. તમામની યાદમાં અબડાસાના સુાથરી ગામ પાસે સ્મારક બનાવવામાં આવ્યું છે. પરંતુ, આ સ્મારકની અવદશા આંચકો આપનારી છે. તા. ૧૯ સપ્ટેમ્બર, બળવંતરાય મહેતા સહિતના સાત શહીદોની પૂણ્યતિિથ છે. દેશભાવના સાથે પ્રાણ આપનાર સાત જીંદગીની યાદ ચિરંજીવ રહે તે માટે તંત્રમાં ચેતના, સંવેદના આવશ્યક છે.

દેશને પંચાયતી રાજની રાહ ચીંધનાર રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતભાઈ મહેતાની પૂણ્યતિિથ છે. સ્વ. મહેતાનું સ્મારક કચ્છના અબડાસા તાલુકાના સુાથરી ગામના જંગલમાં આવેલુ છે. બળવંતરાય મહેતાની પુણ્યતિિથ હોય એટલે એ દિવસે પ્રાથમિક શાળા, કોઠારા આશ્રમ શાળાના બાળકો સાથે ગણ્યાગાંઠયા લોકો સ્મારક પર જાય છે. તે સિવાયના દિવસોમાં ખાઈ કોઈ લટાર મારતુ નાથી. દુઃખની વાત એ છે કે, સુાથરી પાસે આવેલા સ્વ.મહેતાના શહીદ સ્મારકના હવે પોપડા ખડી રહ્યા છે. 

વર્ષ- ૧૯૬૫માં પાકિસ્તાન રાષ્ટ્રના હવાઈ હુમલામાં સ્વ. બળવંતરાય મહેતા તેમજ તેમના પત્ની સરોજબેન સહિત પાંચ જણ વિમાની સ્ટાફ મળી કુલ સાત જણે શહીદી વ્હોરી હતી. અહિં રાજય સરકારે રાજય કક્ષાનું શહીદ સ્મારક તો બનાવ્યુ પરંતુ તેની દેખભાળ કે રખેવાળી માટે કોઈ વ્યવસૃથા ન કરાતા આ સ્મારકની અવદશા થઈ ગઈ છે. માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકનું સ્મારક જયારે બનાવાયુ ત્યારે રાજય સરકારે વીજળી, પાકી સડક, ગાર્ડન, ફુવારો સહિતની સુવિાધાઓ ઉભી કરી હતી. કમનસીબે, સ્મારકનો પ્રત્યક્ષ કબ્જો ગ્રામ પંચાયત કે કોઈ સંસૃથાને નહિં સોંપાતા વીજળીના તાર, થાંભલા અને ફુવારાનું અસ્તિત્વ જ રહ્યું નાથી. હવે આ સ્મારક વેરાન બની ગયુ છે, અહિં અસામાજીક તત્વોની પ્રવૃતિઓ વાધી છે. 

ચાર પાંચ વર્ષ પહેલા માર્ગ મકાન વિભાગે લિપાપોતી કરી સાત ખાંભીનું નવીનીકરણ કર્યુ પણ કેટલીક સમાિધ હવે જીર્ણ થઈ ગઈ છે. એક રૃમમાં ત્રણ ખાંભી આવેલી છે. આ રૃમની છતના પોપડા ઉખડી ગયા છે. દિવાલોમાંથી સિમેન્ટ અદ્રશ્ય થતો જાય છે. દરિયા કિનારા નજીક સુાથરીથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલા સ્મારક સુાધી પહોંચવા માટે પાકી સડક છે પરંતુ તેને ગાંડા બાવળે ઘેરો ઘાલ્યો છે. 

ભુતકાળમાં જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમની સમક્ષ આ સ્મારકમાં સુાધારા વાધારા કરવા અને જાળવણી માટે રજુઆતો કરાઈ હતી. પરંતુ તંત્રએ આ રજુઆતોને ગણકારી નાથી. દિન પ્રતિદીન આ સ્મારકની હાલત બગડતી જાય છે. 

સાત લોકોએ જાન ગુમાવ્યા હતા તેમાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના અંગત મદદનીશ ફ્રાન્સિસ ઝેવિયર પરેરા પણ સામેલ હતા. ફ્રાન્સિસ પરેરાના એકના પુત્રી પ્રેસી ઓશા મુંબઈ રહે છે. તેમણે ગત વર્ષે પોતાના પિતાનું સ્મારક એરફોર્સની મદદાથી શોધી કાઢયું હતું અને આ સ્મારક સુાધી પહોંચ્યા હતા. સ્મારકની હાલત જોઈને ફરી એક વખત સ્મારકની હાલત સુાધારવા માટે પ્રાધાનમંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્યને રજૂઆત કરી છે. 

Tags :