Get The App

ભુજમાં પાણીના આયોજન માટે ધારાસભ્ય અને આગેવાનોએ ખયાલી પુલાવ પકાવ્યો

- કોરોના મહામારીની ગંભીરતાને કોરાણે મુકી ટોળા ભેગા કર્યા

- પાણીને લઈને જે આયોજન શિયાળામાં કરવું જોઈએ તેના બદલે કાલ્પનીક યોજનાઓ મુદ્દે ચર્ચા કરવા મેળાવડા બાદ ભારાસરની સહેલગાહ પણ કરી!

Updated: Apr 28th, 2020

GS TEAM

Google News
Google News
ભુજમાં પાણીના આયોજન માટે ધારાસભ્ય અને આગેવાનોએ ખયાલી પુલાવ પકાવ્યો 1 - image

ભુજ, સોમવાર 

ભુજમાં દર ઉનાળે પાણીની કટોકટી સર્જાય છે પરંતુ છેલ્લા બે દાયકાથી ચુંટાતા નેતાઓ કઈં કર્યું નાથી. કાગળ પરના આયોજન તાથા ધડમાથા વગરની  ભારાપર જેવી નિષ્ફળ પાણી યોજના બનાવીને કરોડોનું આંધણ અને ભ્રષ્ટાચાર કરાયો છે.  દર વર્ષે પાલિકા દ્વારા બોર ખોદીને પૈસા વેડફાય છે તે લટકામાં હોય છે. આમછતાં આજદિન સુાધી  ભુજના પીવાના પાણીનો મુદો ઉકેલાયો નાથી. ખોટી બેઠકો અને જાહેરાતો કરનારા નેતા અને પદાિધકારીઓ પોતાની સસ્તી પ્રસિધૃધીની ટેવ છોડતા નાથી. હાલની સિૃથતીમાં ગંભીરતા દર્શાવવાના બદલે કાલ્પનિક યોજના મુદે ચર્ચા કરવા લોકડાઉનનો ભંગ કરીને ભુજના ધારાસભ્યએ પાલિકા તાથા પાણી પુરવઠાના અિધકારીઓ , કર્મચારીઓને ભેગા કરીને ખયાલી પુલાવ પકાવ્યા હતા.

કોઈપણ પ્રકારના પાણીના ટેસ્ટ કરાવ્યા વગર ભારાપર પાણી યોજના આ ધારાસભ્યે જે તે સમયે ચુંટણી જીતવા રાતોરાત કાર્યરત કરાવી હતી. અત્યારસુાધી ૩૦ કરોડાથી વધુનો ખર્ચ કર્યા છતાં આ યોજનાથી પીવાલાયક પાણી મળતું નાથી. બીજીતરફ વર્ષોથી ભુજમાં પાણીના નવા ટાંકા બનાવવા માત્ર બેઠકો થઈ છે. નવા હોદેદારો આવતા તે જ ટાંકાના નામે ઠરાવો થયા છે પરંતુ આજદિન સુાધી શિવકૃપાનગરાથી લઈને અન્ય સૃથળના ટાંકા બની શક્યા નાથી. છેલ્લા ૧૦ વર્ષાથી ભુજના નવા ટાંકા બનાવવા ઓછામાં ઓછી ૧૦ વાર બેઠકો આ જ નેતાઓ અને તેના કાર્યકરોએ કરી સસ્તી પ્રસિધૃધી મેળવી ચુક્યા છે.તો બીજીતરફ દર  વર્ષે ભુજમાં સુાધરાઈના પદાિધકારીઓ મનફાવે તેટલા નબળા બોર ખોદાવીને લાખોના બિલ ઉભા કરી લે છે. આમ જોવા જઈએ તો ભુજના નામે યોજના તાથા અનેક બોર બની ચુક્યા છે આમછતાં તેનું પાણી શહેરનું મળતું નાથી.

આ વર્ષના આયોજન માટે પણ ભુજ પાલિકાએ કોઈ કામગીરી કરી નાથી. હાલે નર્મદાના પાણીમાં કાપ મુકાયો છે ત્યારે સૌને રાતોરાત ભુજના પાણીની ચિંતા ઉપસી આવી છે.શહેર માટે  ટુંકાગાળાનું પાણીનું આયોજન જે શિયાળામાં થવું જોઈએ તેના બદલે હાલે ધારાસભ્ય અને પાલીકાના પદાિધકારીઓ લાંબા ગાળાના આયોજન મુદે સામાન્ય દિવસોની જેમ  ચર્ચા બેઠકો કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આવનારા વર્ષોમાં ભુજ માટે કેવા પગલા ભરી શકાય તેવી કરોડોની વધુ એક કાલ્પનિક યોજના મુદે હાલની મહામારીમાં નાટકીય બેઠક કરીને ચર્ચા કરાઈ હતી. 

લોકડાઉન નેતાથી માંડીને સામાન્ય લોકોને લાગુ પડે છે. ત્યારે હાલની સિૃથતીમાં બિનજરૃરી મેળાવડા કરવા ઉચિત નાથી. સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સુાધરાઈના પદાિધકારી, પાણી વિભાગના કર્મચારીઓ, પાણી પુરવઠાના અિધકારીઓ સહીતના અનેક લોકો ભેગા  થયા હતા. ભુજને પુરતુ પાણી અપાવવામાં નિષ્ફળ રહેલા આ લોકોએ  વર્તમાન  ટુંકાગાળાની વ્યવસૃથા કરવાના બદલે આવનારા વર્ષો માટેની ચર્ચાઓ કરી હતી , આટલેાથી ન અટકતા આખા કાફલાએ નવાઈ વચ્ચે બિનજરૃરી રીતે ભારાપર યોજનાની સહેલગાહ કરીને સાબિત કરી દિધું હતું કે નેતાઓ અને પદાિધકારીઓને આવી ગંભીર કટોકટીની સિૃથતીમાં પણ લોકદરબાર યોજવા તાથા આસપાસ લોકોના મેળાવડા વગર ચાલતું નાથી. એક તરફ જ્યારે અગ્ર સચિવ  જયંતી રવિ પોતાની તમામ મીડીયા કોન્ફરન્સ રદ કરી નાખી છે અને ડીઝીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય અને પાલિકાના જવાબદારો પોતાની સસ્તી પ્રસિધૃધી માટે મહામારીમાં ભીડમાં વાધારો કરી રહ્યા છે.

Tags :