Get The App

પોઝિટિવ કેસના પગલે ભુજ, અંજાર અને માધાપરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

- ગાંધીધામનો ક્રુ મેમ્બર સાજો થતા રજા અપાઈ

- ભુજની સર્જન કાશા સોસાયટી ,અંજારનું સોરઠીયા ફળીયું તથા માધાપરના પદુવાડી વિસ્તારને કરાયો સીલ

Updated: Jun 19th, 2020

GS TEAM

Google News
Google News
પોઝિટિવ કેસના પગલે ભુજ, અંજાર અને માધાપરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર 1 - image

ભુજ, ગુરૃવાર

કોરોના પોઝિટિવ કેસના પગલે ભુજ શહેરની સર્જન કાશા સોસાયટીનો અમુક વિસ્તાર તાથા માધાપરની પદુવાડી વિસ્તારનો કેટલોક ભાગ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ એક ક્રુ મેમ્બર સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી છે.

કોરોના મહામારી થકી કચ્છમાં વાધતા જતાં કેસ વચ્ચે આજે વધુ એક દર્દી સાજો થતાં તેને રજા અપાઈ હતી. અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં આવેલા ગાંધીધામ સિૃથત ક્રુ મેમ્બર ક્રિષ્નાગોપાલ ચૌહાણ સાજા થતા તેને રજા અપાઈ હતી. આમ કચ્છમાં એક્ટીવ કેસની સંખ્યા ૨૨ છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ ૧૦૯ થયા છે. સાજા થયેલા કેસ ૮૦ થયા છે. 

હાલમાં ભુજ શહેરની સર્જન કાશા સોસાયટીની શેરી નં.૪ના ઘર નં.૦૧ થી ૦૬, વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં તા.૨૯ જુન સુાધી  તાથા ભુજ તાલુકાના માધાપર ગામના ઘર નં.૫૫, ૫૯-સી, ૫૯-ડી અને ૫૯-એ, પદુવાડી નવાવાસ વિસ્તારને તા. ૨૮ સુાધી માઈક્રો  તાથા અંજાર શહેરના સોરઠીયા ફળિયાના ઘર નં.૧૧૪, ૪૦૨, ૪૧૮, ૪૧૯, ૪૩૭, અને  ૭૦૧ વિસ્તારને તા. ૨૯ સુાધી કોવીડ-૧૯ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૃપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલો  છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તાથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે .

Tags :