ખેડૂતો ઘઉંના વાવેતરના બદલે રોકડિયા પાક તરફ વળ્યા
- ખર્ચ વધારે અને પુરતું વળતર નથી
આણંદપર (યક્ષ) : પશ્ચિમ કચ્છમાં આ વર્ષે ઘઉંનું વાવેતર ઓછું થયું છે. આ બાબતે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વધુ મહેનત અને આ પાકમાં ખર્ચ પણ પ્રમાણે વધુ મહેનત અને આ પાકમાં ખર્ચ પણ વધારે હોય છે. જેની સામે પુરતું વળતર ના મળતા છેલ્લા થોડા વર્ષોથી કિસાનો બાગાયતી પાક જેવા રોકડીયા પાકો તરફ વળતા ઘઉંનો વાવેતર ઓછું કરે છે.
હાલ ખેડુતોને દરેક પાકોના ભાવો જોઈએ એવા મળતા નથી.અને ખેતીવાડીના ખર્ચમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે.અને ભાવમાં વધવાની બદલે ઘટતા જોવા મળે છે.આમ થવાથી ખેડૂતો આવા ખરીફ પાકોનું વાવેતર ઓછું કરવા લાગ્યા છે.જેમાં દાડમ,પપૈયા,ખારેક,બોર તેમજ શાક ભાજીના વાવેતર તરફ વળ્યા છે.આવા પાકો રોકડીયા અને સારા ભાવ મળે છે
એવીજ રીતે શિયાળુ પાકમાં ઘઉંનું પણ એવુંજ છે.આ બાબતે મોરગર,આણંદપર, પલીવાડ, સાંયરા, દેવપર, વિથોણ,જીયાપર, મંગવાણા,કુરબઈ સહિત ગામના ખેડૂતો પોતાની હૈયા વરાળ ઠાલવતા કહે છે કે જયારે ઘઉંનું વાવેતર કરીએ ત્યારે ઘઉંના ભાવ 26 રૂપિયાથી લઈને 32 રૂપિયા જેટલો ભાવ હોય છે.જયારે ઘઉંનો પાક તૈયાર થઇને ખરામાં આવે છે ત્યારે 17 રૂપિયાથી લઈને 19 રૂપિયામાં વેચાણ થાય છે.અને વેપારીઓ ખરીદે છે.અને ખેડૂતો છુટક વેચેતો 20 થી 22 રૂપિયાના ભાવે વેચાણ કરે છે.આમ ભાવ નીચા જવાથી ખેડુતોને પોસાતું ના હોવાથી અમુકજ ખેડુતો ઘઉંનું વાવેતર કરે છે
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઘઉંનું વાવેતર નવેમ્બર માસમાં કરવામાં આવે છે.આ પાક ચાર મહીંનાનો હોય છે જેની વાઢણી માર્ચમાં એટલેક હોળી પછી કરવામાં આવે છે. વાવેતર પહેલા ખડ (ઘાસ) ના થાય એના માટે દવાનો છટકાવ કરવામાં આવે છે.ત્યારબાદ ઘઉંને છાટીને તેનું વાવેતર કરવામાં આવે છે.દેશી ખાતર સાથે રાસાયણિક ખાતર ડી.એ.પી.અને યુરિયા ખાતર પણ ચારથી પાંચ વખત આપવામાં આવે છે.અને અઠવાડિયે પાણી આપવું પડે છે.આમ એકરે પંદર હજારથી વધારે ખર્ચ લાગે છે.એકરે 30 થી 35 મણનો ઉતારો આવે છે.વાતાવરણ અને પાણી સારૂ અને માફક આવી જાય તો 40 થી 45 મણનો પણ ઉતારો આવી શકે છે.મજુરી ખર્ચમાં ખુબજ વધારો થતો જાય છે.ઘઉંને હપલરથી કાઢવા હોય તો આઠ દિવસ અગાઉ મજૂરો દ્વારા વાઢણી કરવાવી પડે છે.અને હપ્લર દ્વારા કાઢવા માટે 15 થી 20 માણસોની જરૂર પડે છે અને ખર્ચ પણ એકરે પચીસોથી ત્રણ હજાર જેટલો પહોંચી જાય છે.જ્યારે હાર્ડવેસ્ટર દ્વારા એક એકરે 1500 થી 1700 જેટલો ખર્ચ લાગે છે.ત્યારબાદ હપ્લર દ્વારા ધાર દેવી પડે છે.આ પાકને પશુઓની હેરાનગતિ બહુજ હોય છે ઉભા પાકને ખાઈને નુકશાન પહોંચાડે છે.જેથી કરીને ખેડુતોને રાત-દિવસ ચોકી કરવી પડે છે.