કચ્છનું પ્રખ્યાત રવેચી માતાજીનું મંદિર પાંડવોએ બંધાવ્યું હતું
- નવરાત્રિ દરમિયાન ગુજરાત-મુંબઇથી આવતા દર્શનાર્થીઓનો ધસારો
- મંદિરમાં રવેચી, મોમાઈ, ખોડીયાર, આશાપુરા, અંબાજી એમ પંચશક્તિઓ પણ સ્થાપના
ભુજ,રવિવાર
નવરાત્રિના કારણે રાસગરબા ઉપરાંત રાજ્યભરમાં મા શક્તિની આરાધનાનો માહોલ જામ્યો છે. માતાના જાણીતા મંદિરોમાં લોકો દર્શનાર્થે જઇ રહ્યા છે. કચ્છના રાપર તાલુકમાં મોટી રવ નજીક આવેલા રવેચી માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન ગુજરાત તેમજ મુંબઇાથી આવતા દર્શનાર્થીઓનો ધસારો રહે છે. અહીંનું મૂળ મંદિર પાંડવોએ બનાવ્યું હોવાનો ઇતિહાસ છે.
કચ્છ વિસ્તારને ચારેય દિશામાં મા શક્તિ તરફાથી રક્ષણ મળ્યું છે. પશ્વિમ કચ્છમાં આશાપુરા, ઉતર કચ્છમાં રૃદ્રાણી અને દક્ષિણ કચ્છમાં જોગણીનાર તેમજ પૂર્વ કચ્છમાં રવેચી માતાજીનું મંદિર આ વાતને સાહેદી આપે છે. રસપ્રદ વાત એ છે કે રાપરના મોટી રવ ગામે આવેલા રવેચી મતાજીના મંદિરની સૃથાપના પાંડવોએ કરી હોવાની વાત સદીઓાથી ચાલતી આવી છે.
હાલ જે મંદિર છે તેને આ રવેચીનું પવિત્ર મંદિર સંવંત ૧૮૭૮માં સામબાઈ માતાએ ૨૪,૦૦૦ કોરી(કોડી- તે સમયનું ચલણ)ના ખર્ચે બંધાવ્યુ હતુ. જો કે આ જગ્યાએ અસલ કે જૂનું મંદિર પાંડવોએ બનાવ્યું હતું, પાંડવોએ બનાવેલું મંદિર ૫૪ ફુટ ઉંચુ, ૧૪ ફુટ લાંબુ અને ૧૩ ફુટ પહોળું હોવાનો અંદાજ છે. મંદિરમાં રવેચી, મોમાઈ, ખોડીયાર, આશાપુરા અને અંબાજી એમ પંચશક્તિઓ અને રામદેવપીરની પણ સૃથાપના છે. અહિં વાઘેલા રાજા અર્જુનદેવનો મોટો શિલાલેખ પણ જોવા મળે છે.
ચારે બાજુ લીલાછમ વૃક્ષોની હારમાળાથી ઘેરાયેલા અને રમણીય તળાવની પાળે બિરાજેલા રવેચીના દર્શનાર્થે પ્રવાસીઓનો પ્રવાહ હંમેશા વહેતો હોય છે.ભાદરવા સુદ આઠમના રવેચી માતાજીનો પ્રખ્યાત મેળો યોજાય છે. રાપર તાલુકાના મોટી રવ ગામાથી ૩ કિ.મી. તેમજ રાપરાથી ૧૫ અને ભુજાથી ૧૭૦ કિલોમીટરના અંતરે આ માતાજીનું સૃથાનક આવેલુ છે.