કોર્ટે જામીન અરજી નામંજૂર કરતાં પૂર્વ IAS પ્રદીપ શર્મા જેલહવાલે
- ગાંધીધામના ચુડવા ગામે બજારભાવ કરતાં ઓછા દરે જમીન આપ્યાનો કેસ
- આરોપી સામે અગાઉ દસ ગુના છે, કલેક્ટર રહી ચૂક્યા હોવાથી તપાસ પ્રભાવિત કરી શકે છેઃ રજૂઆત બાદ ભુજ કોર્ટનો હુકમ
ભુજ, ગુરૃવાર
કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઈએએસ અિધકારી પ્રદીપ શર્માની ફરી એક વખત જમીનના કેસમાં ધરપકડ થયા બાદ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. રિમાન્ડ પૂરા થતાં આરોપી પ્રદીપ નિરંકરનાથ શર્માએ જામીન અરજી કરી હતી. ભુજની અદાલતે ઔજામીન અરજી નામંજૂર કરતાં પ્રદીપ શર્માને જેલહવાલે કરાયા છે.
જમીનને લગતાં વાધુ એક કૌભાંડની ફરિયાદ દાખલ થયા બાદ કચ્છ સીઆઈડી ક્રાઈમની ટીમે પ્રદીપ શર્માની ગાંધીનગરના નિવાસસૃથનેાથી ધરપકડ કરી હતી. પ્રદીપ શર્માના રિમાન્ડ પૂર્ણ થતાં ભુજની ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા હતા. પ્રદીપ શર્માએ જામીન અરજી કરી હતી તે અદાલતે નકારી કાઢી હતી. બચાવ પક્ષે ટેકનિકલ દબાણનો કેસ હતો અને ભાવનો નિર્ણય કમિટીએ કર્યો હોવાની રજૂઆત કરી હતી. આરોપી નાસી જાય તેમ ન હોવાની રજૂઆત કરી આરોપીને શરતોને આાધીન જામીન પર મુક્ત કરવા રજૂઆત કરાઈ હતી.
ફરિયાદ પક્ષે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિએ રજૂઆત કરી હતી કે, આરોપી પ્રદીપ શર્માએ તેમને મળેલી સત્તાનો દુરૃપયોગ કરી સરકારને આિાર્થક નુકસાન પહોંચાડયાનો આ કેસ છે. આરોપી વિરૃધૃધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૧૦ ગુના નોંધાયેલાં છે. આ કેસમાં અન્ય આરોપી પણ સંડોવાયેલાં છે. તપાસ ચાલુ છે અને આરોપી પોતે કલેક્ટરના હોદ્દા ઉપર રહી ચૂક્યા હોવાથી તપાસનો પ્રભાવિત કરી શકે છે. બન્ને પક્ષની રજૂઆત બાદ ભુજના ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટે પ્રદીપ શર્માની જામીન અરજી નામંજુર કરી હતી. તપાસ એજન્સી, સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે, અદાલતે જામીન અરજી ફગાવતાં પ્રદીપ શર્માને જેલહવાલે કરવામાં આવ્યાં છે. ગાંધીધામ તાલુકાના ચુડવાની જમીન ફાળવણીમાં કૌભાંડનો આરોપ મામલતદાર ભગીરાથસિંહ હરપાલસિંહ ઝાલાએ પ્રદીપ શર્મા સહિત ત્રણ અિધકારી સામે ઈપીકો કલમ ૪૦૯, ૧૨૦-બી અને ૧૧૪ હેઠળ ફરિયાદ કચ્છ સીઆઈડી ક્રાઈમમાં નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપીઓએ ચુડવા ગામે નેશનલ હાઈવેને અડીને આવેલી સર્વે નંબર ૩૦/૨ની ૧ એકર ૮ ગુંઠા જમીન પર સરકારી નિયમ મુજબ દબાણ ન હોવા છતાં તેને ટેકનિકલ દબાણ ગણી, લાગુની જમીનના ધારક કીતભાઈ ચંદુલાલ ઠક્કરે કરેલી અરજીના આાધારે સરકારી પરિપત્રોનું ઉલ્લંઘન કરી બજાર ભાવ કરતાં જમીનના દરનું નીચું મૂલ્યાંકન કરી દબાણ નિયમિત કરી આપીને તે જમીન ફાળવણી કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડયો હતો.