Gujarat Bhuj News | ભુજમા રાત દિવસ અનરાધાર વરસાદ ચાલુ રહેલા પાણીના વહેણમાં કરાયેલા દબાણો સહિત નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવ થતાં નગરપાલિકાએ ગાડી ફેરવી ઘરોમાંથી ખસી જવા સલામત સ્થળે જવા સૂચના અપાઈ હતી.
સુધરાઈના ઈન્જીનીયરો વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી નિકાલ માટે ટીમો સાથે નીકળી પડયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વોર્ડ ૧,ર અને ત્રણ તેમજ હમીરસરની લગોલગ આવેલા ઉમેેદનગરમાં પાણી ભરાવાની ફરિયાદો ઉઠતાં સેનિટેશનના ઈન્જીનીયરો જેસીબીથી પાણીના વહેણને નડતરરૂપ બાવળની ઝાડી, મલબા વગેરેનો નિકાલ કરાવ્યો હતો.
રાત્રીથી સવાર સુધીમાં જિલ્લા કલેકટરના નિવાસ સહિત વોર્ડ નવમાં, મામલતદાર કચેરી પાસે, જાદવજી નગર, બેન્કર્સ કોલોની ખાતે ૧પ ઝાડ ધરાશાયી થયા હતા તે ઉપાડવાની બપોરે કામગીરી કરાઈ હતી. શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડની ડાળીઓ પડવાના વીજ થાંભલા પર બંધાયેલા ટીવીના કેબલવાળાના તાર રસ્તા પર પડેલા નજરે પડતા હતા. માર્ગોની સાઈડોની લેવલ ન કરાતાં રસ્તા ઉપર ઠેરઠેર પાણીના મોટા મોટ ખાબોચિયા ભરાયા હતા તેમાં પડેલા ખાડામાં નાના વાહનો અટવાતાં સુધરાઈના વહીવટ સામે રોષ ઠાલવતા નજરે પડયા હતા.
ડૂબવાળા વિસ્તારો સંજોગનગર, ભીમરાવનગર, કોડકી રોડ, સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ પરના લોકોના ઘરમાં પાણી ભરાતા બહાર નીકળી આવતાં શાળાઓ ખોલાવી આશ્રય આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મહિલાશ્રમ પાસેની શાળામાં ર૦૦ લોકોને, ભીમરાવ નગર શાળામાં ૩૦ તો મુસ્લિમ એજ્યુકેશન શાળામાં રપ લોકોને ખસેડી બપોરે અને રાત્રી ભોજનની વ્યવસ્થા અને રાત્રી ભોજનની વ્યવસ્થા રામ રોટી અને છાશ કેન્દ્રના સહયોગથી નગરસેવક સંજય ઠક્કરે ગોઠવી હતી.
શહેરના શનિ મંદિર પાસેથી કોવઈનગર થઈ મુંદરા જતા રસ્તા પર ફાટેલા તળાવના પાણી નવી બનાવેલી વસાહતોમાં ફરી વળ્યા હતા. જેથી સ્થાનિકોએ હાલાકી ભોગવી હતી. વરસાદના કારણે શરદબાગ પાસે રસ્તો બેસી ગયો હતો. જ્યારે ખેંગાર બાગ પાસે વળાંકમાં ભુવો પડયો હતો. પાટવાડી નાકા બહારના ભારતનગરમાં પાણી ભરાયા હતા.


