For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીધામ, આદિપુર, કિડાણા, ખારીરોહર, પડાણા વિસ્તારમાં વીજચોરીઃ વ્યાપક દરોડા

- પૂર્વ કચ્છમાં વીજચોરો સામે પીજીવીએસએલની બે દિવસની ડ્રાઈવ

- ૩૦ ટીમોએ ૩૨૩ જોડાણો ચકાસ્યા, ૪૫ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાતા ૩૧.૯૫ લાખના બિલો ફટકારાયા

Updated: Mar 14th, 2023

Article Content Imageગાંધીધામ, તા. ૧૩ 

છેલ્લાં કેટલાંક સમયાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે કરોડો રૃપિયાનું નુકસાન ભોગવવો પડી રહ્યો છે. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વાધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે બે દિવસીય ડ્રાઈવમાં ગાંધીધામ ઉપરાંત આદિપુર, કિડાણા, ખારીરોહર, પડાણા વિસ્તારમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૩૦ ટીમોએ ૩૨૩ જોડાણો ચકાસ્યા હતા. જેમાં ૪૫ કનેક્શનમાં ગેરરીતી ઝડપાતા ૩૧.૯૫ લાખના બીલો ફટકારાયા હતા. 

આ અંગે મળતી માહિતી મુજબ પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિાધ વર્તુળ કચેરીઓના અિધક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ કચ્છના અનેક વિસ્તારોમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે. જે સંદર્ભે છેલ્લા બે દિવસોમાં આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને કચ્છ જિલ્લાના ગાંધીધામ વિભાગીય કચેરી હેઠળના આદિપુર, ગાંધીધામ તેમજ રામબાગ પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિાધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તાથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૦ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૩૨૩ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૪૫ વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૃ. ૩૧.૯૫ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨૨થી ડિસેમ્બર-૨૨ના સમયગાળા દરમિયાન અંજાર વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૯૪૯૯ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૩૩૦૯ વીજજોડાણોમાં વિવિાધ ગેરરીતિ સબબ કુલ રૃ. ૧૪૬૦ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૪૯૦૩૫૮ વીજજોડાણો ચકાસીને કુલ ૫૭૮૧૫ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૃ.૧૪૮.૨૯ કરોડના બિલ આપવામાં આવ્યાં છે.

Gujarat