Get The App

પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોની હડતાલ હોતા ખીરસરા ગામે પાંચ દિવસથી વીજળી બંધ

Updated: Nov 13th, 2024

GS TEAM

Google News
Google News
પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોની હડતાલ હોતા ખીરસરા ગામે પાંચ દિવસથી વીજળી બંધ 1 - image

લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને

સરકારે વીજ કોન્ટ્રાક્ટરોની માંગણીઓનો સ્વીકાર ન કરતા વીજ સમસ્યાઓ, ટ્રાન્સફોર્મર, કનેકશનોની કામગીરી બંધ થયી 

ભુજ: પી.જી.વી.સી.એલ. માં કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ અને મુદ્દાઓને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાલ કરી દેવામાં આવી છે જેના લીધે સમગ્ર તાલુકામાં વીજ સમસ્યાઓ, ટ્રાન્સફોર્મર, કનેકશનોની કામગીરી બંધ થયી ગયેલ છે અને લોકોને વીજ પુરવઠાને લીબે ગંભીર સમસ્યા ઉભી થયેલ છે. 

અંજાર તાલુકાના ખીરસરા ગામે છેલ્લા ૩ દિવસથી ગામમાં વીજ પુરવઠો જ બંધ થયી ગયેલ છે અને લોકોને વીજળી વગર જ રહેવાનો વારો આવ્યો છે. તેના લીધે વાડીઓ અને  ખેતરોમાં વીજ પુરવઠો બંધ થયી જતા ટ્રાન્સફોર્મર બંધ થયી જતા ખેડૂતોને પણ શિયાળુ પાક વાવેતર સમયે જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.અને મોટર બંધ હોતા સમગ્ર વિસ્તારમાં વાવેતર જ નિષ્ફળ જાય તેવી ભીતિ છે. હડતાલ હોવાથી આ સમસ્યાઓ ના નિરાકરણ અંગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ પી.જી.વી.સી.એલ. દ્વારા કરવામાં આવેલ નથી જે ખુબ ગંભીર બાબત છે. તાત્કાલિક અસરથી ખીરસરા ગામે કામગીરી કરીને વીજ પુરવઠો શરૂ કરવામાં આવે અને ગામમાં તેમજ વાડીઓમાં પાવર સપ્લાય ચાલુ કરવામાં આવે. ખીરસરા ગામના રહેઠાણોમાં પણ વીજ પુરવઠો બંધ થયી ગયેલ છે જેના લીધે બાળકો, મહિલાઓ અને વૃધ્ધોને આખો દિવસ વીજળી વગર અંધારામાં રહેવું પડે છે.

પી.જી.વી.સી.એલ. માં કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા પણ લાંબા સમયથી પડતર માંગણીઓ અને ભાવવધારા મુદ્દે રજુઆતો કરવામાં આવેલ છે જેને પણ આપના તંત્ર દ્વારા ધ્યાને લઈને ઉચિત માગણીઓ ને પૂરી કરવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે. કારણ કે સરકાર દ્વારા મોંઘવારીને ધ્યાને લઇ તેમના સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવતો હોય છે તો પછી કોન્ટ્રાક્ટરોના ભાવવધારાની વાજબી માંગણીને પૂરી કરવામાં આવે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાવ વધારો ના થવાને લીધે ખુબ જ આથક સમસ્યાઓ પણ કોન્ટ્રાક્ટરોને નડી રહેલ છે. પી.જી.વિ.સી.એલ. ના મજુરીકામમાં અને ટ્રેક્ટરના ભાડાઓમાં પણ ખુબ વધારો થયેલ હોઈ કોન્ટ્રાક્ટરોની ભાવવધારાની માંગણી ને સમસ્યાને હલ કરીને તાત્કાલિક હડતાલ પૂરી થાય અને પ્રજાજનોની હાલાકી પણ દુર થાય કારણ કે નવા કનેકશનો, ટ્રાન્સફોર્મર બદલવા, વીજ વાયરો વગેરે અંગેની કામગીરી અનિવાર્ય છે તેથી તાત્કાલિક અસરથી નિરાકરણ કરવા માંગ કરાઈ છે.