Get The App

પેટ્રોલ-ડિઝલ બાદ ખાદ્યતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો

- બુધવારથી સિંગતેલના ભાવમાં ઘટાડાની શરૃઆત

- કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે જેના કારણે પણ ભાવમાં ઘટાડો

Updated: Nov 28th, 2021

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-ડિઝલ બાદ ખાદ્યતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો 1 - image

- જાન્યુઆરીની શરૃઆતમાં બજારમાં તેલની ખરીદી નીકળશે 

ભુજ,શનિવાર

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વાધારાના પગલે દેશભરમાં આક્રોશ જોવા મળ્યા બાદ દિવાળીના તહેવારોમાં સરકારને ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. જો કે, બીજીતરફ ખાદ્ય તેલના ભાવો અંકુશમાં આવતા નાથી. તેવામાં સીંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાતા તમામ વર્ગને રાહત થવા પામી છે. બુાધવારાથી સિંગતેલના ભાવમાં ઘટાડાની શરૃઆત થઈ છે. સિંગતેલના ભાવમાં રૃપિયા ૧૦નો ઘટાડો રહેતા ડબ્બાનો ભાવ રૃપિયા ૨૩૭૦ નો થયો હતો. 

શુક્રવારે સિંગતેલની સાથોસાથ કપાસીયા, પામોલીન, વનસ્પતિ ઘી ભાવમાં રૃપિયા ૫થી ૧૫ સુાધીના ભાવ ઘટયા હતા. વેપારીઓના જણાવ્યાનુસાર લગ્નની સીઝનના કારણે તેલની માંગ ઘટી છે. તો સામે કાચા માલ પુરતા પ્રમાણમાં મળી રહે છે જેને કારણે પણ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરના અંત સુાધીમાં કે જાન્યુઆરીની શરૃઆતમાં બજારમાં ખરીદી નીકળશે. સિંગતેલના ભાવમાં રૃપિયા ૧૦, કપાસિયા તેલના ડબ્બામાં રૃપિયા ૧૫ ઘટયા હતા. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા શુક્રવારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ રૃ.૨૧૭૫ સુાધી બોલાયો હતો. તેમજ પામોલીન તેલનો ભાવ રૃપિયા ૧૯૪૫, વનસ્પતિ ઘી નો ભાવ રૃ.૧૯૯૦ થયો હતો. હાલમાં ગુજરાતના યાર્ડોમાં પુરતા પ્રમાણમાં મગફળી ઠલવાઈ રહી છે જેને કારણે ઓઈલ મિલમાં કામકાજો શરૃ થયા છે.