Get The App

કચ્છમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ 1 - image


ભુજ, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર 

આજરોજ વહેલી સવારે કચ્છમાં લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. કચ્છમાં આજરોજ વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા અંદાજે 3.7 હોવાનું જાણવા મળ્યું છે.

જો કે ભૂકંપને લઇનો કોઇ જાનહાનિ કે બીજા કોઇ નુકસાનને લઇને અહેવાલ પ્રાપ્ત થયા નથી. રાજ્યના કચ્છ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે 6 વાગે અને 47 મીનીટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 23 કીમી દૂર જોવા મલ્યુ છે.

ઉલ્લેખનીય છે કે 16 જુલાઇના રોજ સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, ચોટીલા, ગોંડલમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8 રિકટર સ્કેલની હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું.

Tags :