લોકડાઉન દરમિયાન વતનમાં આવેલા લોકોએ કચ્છના ગામડાઓને જીવંત કર્યા
- વેપાર-ધંધા માટે બહાર જઈને સ્થાયી થયા
- લોકો પોતાના મકાનોમાં આધુનિક સગવડો કરાવી રંગ રોગાન કરાવતા થયા, લાંબો સમય લોકોએ ગામડાઓમાં જ રહેવું પડશે
ભુજ, ગુરૃવાર
અનલોક-૧ પછી કચ્છના શહેરો સહિત ગામડા પુનઃ જીવંત થયા છે. મુંબઈ, અમદાવાદ સહિત રાજ્યબહારાથી પરત પોતાના વતનમા આવેલા લોકોએ ગામડા વિસ્તારમાં પ્રાણ ફુંકયા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
ખાસ કરીને પશ્ચિમ કચ્છના પાટીદારો વૈભવી વેપાર માટે કચ્છ છોડીને મુંબઈ, અમદાવાદ, વડોદરા, વલસાડ, વાપી, સુરત સહિત અન્ય રાજ્યોમાં ગયા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી થતા સતત બે માસ સુાધી બધું જ બંધ રહ્યું. લાકડાના બેન્સા બંધ થયા અને શ્રમિકોએ પણ વતનની વાટ પકડી અને લગભગ વ્યવસાય પડી ભાંગ્યા તો બીજીબાજુ અન્ય ધંધા વેપાર પણ બંધ રહેતા માઠી અસર થવા પામી છે. લોકડાઉનના પગલે ધંધા વ્યાપાર બંધ થયા અને બે માસાથી વધુ સમય ઘરમાં બહેવું પડયું. આમ હોમ કવોરન્ટાઈન થતા સતત ધમાધમતા શહેરો થંભી ગયા પરંતુ જેવું અનલોક થયું કે મોટા શહેરોની બહુમાળી ઈમારતમાં કેદ થયેલા મુળ કચ્છી વેપારીઓ સહિતનાઓએ પણ વતનની વાટ પકડી છે. ઘરની નજરકેદમાંથી મુક્ત થયા બાદ વતન આવેલા કચ્છીઓ પ્રાથમતો વર્ષોથી પોતાના વતનના ઘરને જરૃરીયાત મુજબના સમારકામ કરાવી નવા રંગરોગાન સાથે યોગ્ય સવલતો કરાવી રહ્યા છે. વરસમાં એકાદ વખત માદરે વતન આવતા અને બે-ચાર દિવસમાં પાછા ચાલ્યા જવાનું હોઈ ઘરમાં સુાધારા વાધારા કરવાનો સમય નાથી રહેતો. પરંતુ કોરોનાના તાંડવ વચ્ચે હાલની પરિસિૃથતી જોતા લાંબો સમય અહીં રહેવું પડે એવા એંધાણ વર્તાય છે. તો અમુક ધંધાર્થીઓ તો કચ્છમાં જ સૃથાઈ થઈ અને અહીં જ આિાર્થક ઉપાર્જન માટે અહીં જ કોઈ વ્યવાસય શરૃ કરવાનું મન મનાવી રહ્યા છે. હવે જો આ સમય છે તો બાપ-દાદાના સમયાથી બનાવાયેલા મકાનોને આધુનિક સવલતો સાથે નવા રંગરૃપ આપી રહ્યા છે. આમ વર્ષોથી બંધ હાલતમાં રહેલા મકાનો નવા વાઘા સજતા અને મુળ તળપદી કચ્છીભાષામાં વિશેષ અલગતા સાથે બોલતા મુળ કચ્છીઓના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી વાધતા સાથે ગામડા પુનઃ ધબકતા થઈ રહ્યા છે.