પ્રજનન તુના કારણે એપ્રિલથી ઓકટોબર દરમિયાન ઘોરાડ અભયારણ્યમાં પ્રવેશબંધી
- કોઈ પણ ઘોરાડનો ફોટો લેવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે
ભુજ, સોમવાર
પ્રજનનનો સમયગાળો હોવાથી ઘોરાડની એપ્રિલાથી ઓકટોબર દરમિયાન ફોટોગ્રાફી કરવા પર વન વિભાગે મનાઈ ફરમાવી છે.ભારતીય વન્યજીવન રક્ષણ અિધનિયમ અન્વયે ઘોરાડને મહત્તમ રક્ષણ પુરૃં પાડવામાં આવ્યું છે. ઘોરાડનો આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ દ્વારા સૌથી વાધુ જોખમગ્રસ્ત પ્રજાતિની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રાલયે ૨૦૧૧ના ઘોરાડ પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદશકા પુરી પાડી છે. એ મુજબ પ્રજનન તુ દરમ્યાન થતી ઘોરાડની અનૈતિક ફોટોગ્રાફી તેમને સતત ખલેલ પહોંચાડે છે. ઘોરાડની વસતી માટે જોખમરૃપ આવી પ્રત્યક્ષ બાબતો ઘોરાડ પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ અન્વયે અટકાવવી જરૃરી છે. નલીયાના ઘાસિયા મેદાનોમાંની આવી જોખમગસ્ત તેમજ અનુસૂચિ-૧ હેઠળની પ્રજાતિ પરનું, ખાસ કરીને તેમના પ્રજનન દરમ્યાનનું આવું પ્રત્યક્ષ જોખમ ઘટાડવા માટે વન વિભાગ ભુજ દ્વારા ચેતવણી અપાઈ છે છે. જેમાં તસવીરકારોને અભ્યારણ્ય વિસ્તારમાં પ્રજનન કે આવાસના સૃથળે પ્રવેશવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે.તેમ છતા કોઈ નિયમોનો ભંગ કરશે તો વન્યજીવન રક્ષણ અિધનિયમ ૧૯૭૨ હેઠળ વન વિભાગ દ્વારા તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.