ગરમી, ઉકળાટ અને કોરોનાના ભયના કારણે કચ્છના વેપારને મોટુ નુકશાન
- લોકડાઉનમાં કરોડોની નુકશાની વેઠયા બાદ હવે અનલોકમાં પણ
- દુકાનો ખોલ્યા બાદ કલાકો પછી પણ બોણી થતી નથી, પછી એકલ દોકલ ઘરાકો આવતા હોય, લાઈટીંગ, એસી સ્ટાફના પગાર સહિતના ખર્ચા માથે પડી રહ્યા છે
ભુજ,બુધવાર
એકતરફ કોરોનાની મહામારી અને બીજીતરફ અસહ્ય બાફ ઉકળાટના માહોલમાં શહેરના રાજમાર્ગો સુમસામ રહેતા હોવાથી જેના પગલે ઘરાકીના અભાવે વેપારીઓને દુકાનમાં માથે હાથ બેસી રહેવાનો વારો આવે છે. પરિણામે, લોકડાઉન બાદ ઉદભવેલી સિૃથતીના કારણે કચ્છના પણ નાના મોટા તમામ વેપારીઓને કરોડોનું નુકશાન થયુ છે.
કેટલાક ધંધાઓ એવા છે કે જેની કમાણી કરવાની શરૃઆત જ સાંજના ભાગે થતી હોય છે પરંતુ સાંજે પીક ઓવર્સમાં ઘરાકી શરૃ થાય કે સાંજના ૭ વાગતા જ દુકાન-શો રૃમના શટર પાડી દેવા પડતા હોય છે. સરકારે ભલે લોકોને લોકડાઉનાથી રાહત થવા પામી હોય પરંતુ, બીજીતરફ ગ્રામિણ વિસ્તારના જોડતી એસ.ટી. સેવા અને ખાનગી વાહનોની અવરજવર બંધ હોવાથી લોકો ઘરાકી માટે આવી શકતા નાથી. તો બીજીતરફ, કોરોનાનો ખોફ જન માનસ પર સવાર હોવાથી આવી સિૃથતીના પગલે શહેરીજનો પણ અનિવાર્ય સંજોગો સિવાય શોપીંગ માટે નિકળતા નાથી. ચોમાસાના પ્રારંભ સાથે જ દિવસ ભર બાફ અને ઉકળાટનો માહોલ જારી રહેતો હોય છે. તેમાં પણ બપોરે ૧૨થી ૪ કલાક દરમિયાન શહેરના મુખ્ય બજારોમાં કુદરતી કફર્યુ જેવી સિૃથતીનું નિર્માણ થતુ હોવાથી રેડીમેઈડ, ગારમેન્ટસ, પગરખા, ચશ્મા, ગૃહપયોગી ચીજવસ્તુઓ, ઈલેકટ્રોનીકસ, ઈકિવપમેન્ટ, ગીફટ શોપ, ઓર્નામેન્ટસ, હોટલ રેસ્ટોરો સહિતના વેપારીઓને નવરાધુપ બેસી રહેવાની નોબત આવી છે. સવારના ભાગે દસ કલાકે દુકાનો ખોલ્યા બાદ કલાકો પછી પણ બોણી થતી નાથી. બે કલાક દરમિયાન એકલ દોકલ ઘરાકો આવતા હોય છે.અધુરામાં પુરૃ દુકાન શોરૃમની લાઈટીંગ, એસી સ્ટાફના પગાર સહિતના ઈતર ખર્ચાનું મીટર જારી રહે છે. બપોરના ૧૨થી ૪ દરમિયાન તો ઘરાકી રહેતી નાથી. સાંજના ૬ પછી દુકાન બંધ કરવાની કરવાની તૈયારી કરવી પડે છે.
આમ, કોરોનાનો કહેર અને બાફ ઉકળાટ સહિતની પરિસિૃથતીમાં ભુજ સહિત કચ્છભરના વેપારીઓને કરોડો રૃપિયાની નુકશાની થઈ રહી છે. વધુમાં, નિતિ નિયમો મુજબ, સેનીટાઈઝર, માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સ સહિતની જરૃરી સગવડો ઉભી કરવા સાથે ગ્રાહકોને સાચવવા મુશ્કેલ પડે છે. સવા બે મહિના સુાધી ધંધો રોજગાર બંધ રાખવા પડયા હોવાથી પણ મોટી નુકશાની થઈ છે..