ભુજ,ગુરૃવાર
ખેતરોમાં વિજ પુરવઠા માટે ઉભા કરવામાં આવેલા કૃષિ વિષયક થાંભલા નમી ગયા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ઓછી ઉંડાઈએ થાંભલા ઉભા કરી કામ આટોપી લેવામાં આવતાં હોવાથી આવી નોબત આવી છે. કચ્છના સીમ વિસ્તારમાં અનેક ખેતરોમાં કેટલાક વિજ થાંભલા પડવાના વાંકે ઉભા છે. ખેડૂતો દ્વારા ફરિયાદ કરાતી હોવા છતા કોઈ જ ધ્યાન અપાતુ નાથી. તો વળી, વિજ તંત્રના અિૃધકારીઓ આ જાણતા હોવા છતાં ચૂપ બની જતાં સામાન્ય પવનમાં ખેત સીમાડાઓમાં વિજ થાંભલા ધરાશાયી થવાથી મોટી દુર્ઘટનાની દહેશત છે. કચ્છ જિલ્લા કિસાન સેલ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
કચ્છમાં કૃષિ વિષયક વિજ જોડાણ માટે ખેડૂતોએ એસ્ટીમેન્ટ મુજબની રકમ વિજ તંત્રની કચેરીમાં ભરી દીધા પછી તંત્ર દ્વારા ખેતરોમાં વિજ થાંભલા ઉભા કરવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિાથી કામગીરી થતી હોય છે પરંતુ વિજ થાંભલા ઓછી ઉંડાઈએ ઉભા કરાતા હોવાથી જોખમ ઉભુ થાય છે. સામાન્ય પવનની થપાટાથી વિજ થાંભલાઓ ગમે ત્યારે ખેતરોમાં કડડભૂસ થવાની તૈયારીમાં ઉભા છે પરંતુ તંત્રના અિૃધકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવી સિૃથતિ જોવા મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ વિષયક વિજ જોડાણો આપવામાં ઉભા થતા વિજ થાંભલા ઝૂકી પડયા પછી મોટી હોનારત લાવી શકે તેવી સિૃથતિમાં જોવા મળી રહ્યા છે. ખાસ તો ચોમાસા દરમિયાન આવા વીજ થાંભલાઓ વધુ જોખમ ઉભુ કરે તેમ છે.
કચ્છ વિશાળ પ્રદેશ છે અને છેવાડા સુાધી વિજળી પહોંચાડવા માટે ઉભા કરવામાં આવેલા થાંભલા સૃથાનિક લોકો માટે જોખમ સર્જી રહ્યાં છે. કૃષિ વિષયક જોડાણો પણ અપાઈ રહ્યા છે ત્યારે થોડી વિશેષ કાળજી રાખવામાં આવે તો ખેડૂતોની ચિંતામાં ઘટાડો થઈ શકે છે.
પાંચ કે છ ફૂટની ઉંડાઈએ વીજ થાંભલા ઉભા કરવાના હોય છે
સામાન્ય રીતે સાડા પાંચ કે છ ફૂટની ઉંડાઈએ વિજ થાંભલા ઉભા કરવાના હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરોની લાલીયાવાડીથી માત્ર ૩ કે ૪ ફૂટના ખાડા તૈયાર કરી વિજ થાંભલા તાર સાથે ઉભા કરવામાં આવતાં ખેતરોમાં ઠેર ઠેર ટૂંક સમયમાં જ વિજ થાંભલા ઝૂકી પડયા છે.


