Get The App

લોકડાઉન-4માં મુંદરામાં બપોરે ચાર વાગ્યે દુકાનો બંધ કરાવતા નારાજગી

- પરિપત્રમાં કરાયેલો ફેરફાર પડયા ઉપર પાટું સમાન

- વેપારીઓનો રોષ : ગ્રાહકો 4 વાગ્યા પછી જ ખરીદી કરવા નીકળે છે

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉન-4માં મુંદરામાં બપોરે ચાર વાગ્યે દુકાનો બંધ કરાવતા નારાજગી 1 - image


મુંદરા, તા.19 મે 2020, મંગળવાર

સરકારે લોકડાઉન- ૪માં દુકાનોને સવારના ૮ થી બપોરના ૪ કલાક સુધી  ચાલુ કરવા છુટ અપાઈ છે. જો કે, આ ફેરફાર વેપારીઓના પડયા ઉપર પાટું સમાન છે. મુંદરામા આજે બપોર ૪ કલાકે દુકાનો બંધ કરાવી દેતા નારાજગી ફેલાઈ હતી. 

આવશ્યક સિવાયની દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. સામાન્ય રીતે ગ્રાહકો સવારના ૮ વાગ્યે આવતા નથી હોતા, ઘરાકી સવારે ૧૦ વાગ્યાથી શરૂ થતી હોય છે એમાંય પ્રખર ગરમીને કારણે બપોરે ૧૨ કલાક પછી લોકો ખરીદી કરવા બહાર નીકળવાનું ટાળે છે બપોર બાદ લોકો ૫ વાગ્યા પછી ખરીદી કરવા નીકળતા હોય છે. ત્યારે  લોકડાઉન-૪માં દુકાનનો સમય બદલીને ૮ થી ૪ કલાક સુધી રખાતા દુકાનદારોમાં રોષ ફેલાયો છે. આજે મુંદરામાં ૪ વાગ્યા પછી દુકાનો બંધ કરાવવા પોલીસ ઉતરતા વેપારીઓએ નારાજગી વ્યકત કરી હતી.  વેપારીઓએ જણાવ્યું હતું કે ,નવા ફેરફારમાં દુકાનોનો સમય વધારીને ૯ વાગ્યા સુધી કરાય તેવી આશા હતી જે ઠગારી નીવડી છે.

Tags :