Get The App

જી.કે.માં બ્લેક ફંગસના દાખલ દર્દી પૈકી ત્રણને અપાઈ દાંતની સારવાર

Updated: May 26th, 2021

GS TEAM

Google News
Google News
જી.કે.માં બ્લેક ફંગસના દાખલ દર્દી પૈકી ત્રણને અપાઈ દાંતની સારવાર 1 - image


- દંત વિભાગ પણ સક્રિય બન્યો : સંભવિત કેસો ઇ.એન.ટી.ને રિફર કરે છે

- પેઢામાં સોજા , દાંતમાં ઝણઝણાટી , પેઢામાં ફોલી ,સફેદ અથવા લાલ ચાંદા પડવા તથા દાંતમાં દુઃખાવો વગેરે લક્ષણો ધ્યાનમાં લેવાય છે 

ભુજ : મહામારી જાહેર થયેલા મ્યુકરમાઇકોસિસમાં આંખ,કાન, નાક, મગજ અને મોઢાને અસર કરે છે. ત્યારે કાન,નાક અને ગળા સહિતના તમામ સંલગ્ન વિભાગો પણ આ રોગની ઓળખ માટે સક્રિય થયા છે, એ સાથે  જી.કે.નો દંત ચિકિત્સાલય પણ જોડાયો છે. 

હોસ્પિટલના દાંતના તબીબ ડો. નિયંતા ભાદરકાએ જણાવ્યુ હતું કે, હોસ્પિટલમાં દાંતની તપાસ માટે અને દૂઃખાવાની ફરિયાદ સાથે આવતા દર્દીઓની સારવાર, નિદાન કરતી વખતે મ્યુકરમાઇકોસિસની સંભાવિત અસર ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.  આ તપાસ દરમિયાન જો કયાય તો દંત સબંધિત બ્લેક ફંગસના લક્ષણો દેખાય તો દર્દીને સારવાર ઉપરાંત ઇ.એન,ટી. વિભાગનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે. (રિફર) સાથે સાથે જરૂરી એક્સ-રે જેવા રિપોર્ટ પણ કરાવાય છે.

આ રોગની યથાર્થતા માટે અને અંતિમ નિર્ણય ઇ.એન.ટી. વિભાગ કરે છે.  દરમિયાન જી.કે. જનરલના ચીફ. મેડિકલ સુપ્રિ. અને ઇ.એન.ટી. વિભાગના હેડ ડો. નરેંદ્ર હિરાણીએ કહ્યું કે, અત્યાર સુધી દાખલ થયેલા ત્રણ જેટલા મ્યુકરમાઇકોસિસના કિસ્સામાં પણ દાંતની જરૂરી સારવાર આપી જરૂર જણાઇ ત્યાં દાંત કાઢી નાખવામાં આવ્યા હતા. 

મ્યુકરમાઇકોસિસ છે કે કેમ એ દાંત પરથી સંભવિત નિદાન કરવા ચિહ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ લક્ષણોમાં દાંતના ઉપરના ભાગમાં પેઢા ઉપર સોજા આવવા, મોઢાની બહારની બાજુ દૂતખાવો થવો, દાંતમાં ઝણઝણાટી આવવી, પેઢામાં ફોલી(બ્લીસ્ટર) પડી જવી, મોઢા અને પેઢાની ચામડીમાં સફેદ અથવા લાલ ચાંદા પડવા તથા દાંત અને જડબામાં દૂતખાવો થવો વિગેરે બાબતો ધ્યાનમાં રાખવામા આવે છે.

Tags :