આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક પોલીસ કર્મચારીઓ પર જોખમ
- આમ લોકોની માફક પોલીસ કર્મીઓ માત્ર માસ્ક અને સેનેટાઈઝરના ભરોસે
- વહેલી તકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓની ચિંતા નહિં કરે તો ચિંતાજનક પરિણામ આવી શકે તેમ છે
ભુજ,બુધવાર
કોરોના વોરીયર્સ તરીકે જેમની ગણના થવા પામી રહી હતી તેવા પોલીસ કર્મીઓના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ વિવિાધ ગુનાઓમાં પકડાતા આરોપીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવા પામતા હવે પોલીસ કર્મીઓ પણ ચિંતામાં છે. આરોપીની ધરપકડ કરતા પણ ડર લાગી રહ્યો છે. તો વળી જે તે પોલીસ માથકમાં સ્ટાફની ઘટ હોય અને તેમાં આરોપીનો ટેસ્ટ પોઝિટિવ આવે એટલે જેતે પોલીસ માથકના અિધકારી સહિત કર્મચારીઓને કવોરન્ટાઈન કરવા પડતા હોવાથી પોલીસ વિભાગ માટે નવી ચિંતા ઉભી થઈ છે.
થોડા દિવસો પૂર્વે ગાંધીધામમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવવા પામતા એ ડીવીઝન પોલીસ કર્મીઓને કવોરન્ટાઈન થવાની ફરજ પડી હતી. ગત રોજ લોરીયામાં ટ્રેકટર ચોરીમાં પકડાયેલા યુવાનનો પણ રિપોર્ટ પોઝીટીવ આવતા વધુ એક વખત પોલીસ કર્મીઓ-અિધકારી કવોન્ટાઈન થયા છે. આમ, હવે પોલીસ કર્મચારીઓને પણ ડર લાગી રહ્યો છે કે આરોપીઓને પકડવા કે કેમ? વિવિાધ ગુનાઓમાં આરોપીની ધરપકડ-અટકાયત કરીને પોલીસ વિવિાધ કાર્યવાહી કરી ત્યારબાદ ટેસ્ટ કરાવે અને રિપોર્ટ પોઝીટીવ આવી જાય છે પરિણામે, હવે પોલીસ અિધકારીઓને આરોપીઓની ધરપકડાથી જ ડર લાગી રહ્યો છે. એટલુ જ નહીં, પોઝીટીવ આવતા પોલીસ કર્મીઓ પણ પોતાના પરિવાર અને મિત્ર વર્તુળને મળતા હોવાથી તેઓ પણ ચિંતામાં રહે છે.પરંતુ, બીજીતરફ, કોરોનાથી બચી શકાય તે માટે પોલીસ કર્મીઓ માટે કોઈ ખાસ વ્યવસૃથા નાથી. આમ લોકોની માફક પોલીસ કર્મીઓ માત્ર માસ્ક અને સેનેટાઈઝરના ભરોસે છે ત્યારે જો આ બાબતે વહેલી તકે ઉચ્ચ પોલીસ અિધકારીઓ પોલીસ કર્મીઓની ચિંતા નહિં કરે તો ચિંતાજનક પરિણામ આવી શકે તેમ છે.