Get The App

૩૧મી ડિસેમ્બરની રજામાં કચ્છમાં સફેદ રણ જોવા ટુરિસ્ટોની ભીડ ઉમટી

- પ્રવાસીઓના કારણે ધંધાર્થીઓને તડાકો : છેલ્લા વર્ષોથી હોમ સ્ટેની પણ બોલબાલા વધતા બે ગણો ટ્રાફિક

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
૩૧મી ડિસેમ્બરની રજામાં કચ્છમાં સફેદ રણ જોવા ટુરિસ્ટોની ભીડ ઉમટી 1 - image

ભુજ, ગુરૃવાર 

૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે કચ્છમાં હજારો પ્રવાસીઓનો પડાવ છે જેના કારણે હોટલ,ગેસ્ટ હાઉસ વગેરે રહેવાના સૃથળો બુક થઈ ગયા છે. ખાસ કરીને વ્હાઈટ રણમાં થર્ટીફર્સ્ટ માણવા ઈચ્છતા ટુરીસ્ટોનો જમાવડો દર વર્ષે કરતા બે ગણો થઈ ગયો છે. 

છેલ્લા દોઢવર્ષાથી  કોરોનાના કારણે નિયમો વચ્ચે રહેલા લોકો આ વખતે થર્ટી ફર્સ્ટની ઉજવણી મનમુકીને કરવા તલપાપડ છે. પરિસૃથતી એ બની છે કે ધોરડો આસપાસના ટેન્ટસિટી ધરાવતા રીસોર્ટ તાથા પાકા ભુંગા ધરાવતા તમામ રીસોર્ટ ફુલ થઈ ગયા છે. બીજીતરફ ભુજમાં પણ હોટલોમાં હાઉસફુલના પાટીયા લાગી ગયા છે.  ટેન્ટસિટીના ભાડા પહેલાથી જ આસમાને છે જેાથી કચ્છફરવા આવતા લોકો હોટલ કે રીસોર્ટ પર પસંદગી ઉતારતા હોય છે. જોકે, ૩૧ ડિસેમ્બરના કારણે આ રીસોર્ટ પણ બુક થઈ ગયા છે. કચ્છ બહારના અનેક ગુ્રપ કે ક્લબોએ આખે આખા રીસોર્ટ બુક કરીને ૩૧ ડિસેમ્બર સફેદરણમાં ઉજવવા તૈયારીઓ કરી છે.  બીજીતરફ વગર બુકીંગ કચ્છ પહોંચેલા પ્રવાસીઓને હ ોટલમાં રૃમ મળવામાં મુશ્કેલી પડતી હોવાથી હાલાકી વાધી છે.  પ્રવાસીઓના ધસારોનો લાભ લેવા અનેક ગેસ્ટહાઉસ અને હોટલોએ ભાડામાં વાધારી નાખ્યા છે.

શહેરમાં ધાર્મિક સંસૃથાનોના ઉતારામાં પણ જગ્યા મળતી ન હોવાથી બહારગામાથી આવનારા પ્રવાસીઓના રંગમાં ભંગ પડયો છે. બીજીતરફ પ્રવાસીઓના કારણે કચ્છમાં ફરી ધંધાર્થીઓને તડાકો પડી ગયો છે. ભુજની બજારો પ્રવાસીઓાથી ઉભરાઈ રહી છે જેના કારણે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે.