Gujarat

જી.કેમાં ગરીબ દર્દીઓના સંબંધી માટે 'નાઈટ શેલ્ટર હોમ' બનાવો

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
જી.કેમાં ગરીબ દર્દીઓના સંબંધી માટે  'નાઈટ શેલ્ટર હોમ' બનાવો

ભુજ, સોમવાર 

કેન્દ્ર સરકારની વિવિાધ યોજના અંતર્ગત જાહેર સૃથળો પર રાત્રી વિતાવતા ગરીબો, મુસાફરો તાથા સરકારી હોસ્પીટલમાં આવતા દર્દીઓના સગાઓને નહાવા-રહેવાની સગવડ મળી રહે તે માટે  નાઈટ સેલ્ટર હોમ બનાવવાનો પ્રોજેકટ  છે. ત્યારે આખા કચ્છમાંથી આવતા ગરીબ દર્દીઓના સગા-સબંધીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ સેલ્ટર હોમ બનાવાય તેવી માંગ ઉઠી છે. 

મળતી માહિતી મુજબ જમીન સંપાદિત કરીને સુાધરાઈએ આ સેલ્ટર હોમ બનાવવાનું હોય છે. હાલે ભુજ પાલિકાએ ખારી નદી રોડ પર રખડતા -ભટકતા લોકો માટે સેલ્ટર હોમ બનાવ્યું છે. પરંતુ જી.કે  જનરલ હોસ્પિટલમાં એક સેલ્ટર હોમ બનાવવા અંગેના પ્રોજેકટને અભેરાઈએ ચડાવી દિાધો છે. કલેકટર ધારે તો આ બાબતે જમીનની મંજુરી આપીને સુાધરાઈ પાસે કામગીરી કરાવી શકે છે.   સરહદી અંતરીયાળ ગામડામાંથી ભુજ આવતા ગરીબ દર્દીઓના સગાંઓને રહેવા માટે ખુબ જ સમસ્યા વેઠવી પડી રહી છે.

હાલે હોસ્પિટલમાં દર્દી સાથે એકાથી વધુ સંબાધીને રહેવાની મનાઈ છે. વધુમાં કચ્છ વિશાળ વિસ્તાર ધરાવે છે ત્યારે દર્દીને મુકીને ખુદના ઘરે જવું પણ શક્ય નાથી હોતું પરીણામે બેાથી વધુ લ ોકોને ફરજિયાત ભુજમાં રોકાણ કરવું પડે છે. હાલે હોસ્પિટલમાં સગાસંબાધીઓ માટે રહેવા-નહાવા ધોવા સહિતની કોઈ સગવડ ન હોતા લોકો બળબળતા તાપ હોય કે  વરસતો વરસાદ કે પછી ઠંડી ખુલ્લામાં જ પડયા રહે છે. ત્યારે આ મામલે કચ્છના રાજકારણી પણ અવાજ ઉઠાવે તેવી લાગણી જાગૃતોએ વ્યકત કરી હતી. 

સાંસદ અને ધારાસભ્યોની ચૂપકિદી સામે સવાલ 

આ અંગે મળતી માહીતી મુજબ કેન્દ્ર સરકાર સેલ્ટર માટે ૫૦ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવે છે . આમછતાં ભુજમાં આ યોજના સાકાર થવામાં ખાનગી હિતો નડી રહયા છે.રાજય સરકારે અદાણીને હોસ્પીટલ ચલાવવા આપી છે,જ્યારે માલિકી  હજી પણ સરકારની છે. આમછતાં જમીન સંપાદન કરવામાં કલેકટર રસ લેતા નાથી. દિવસે દિવસે હોસ્પીટલની મોટાભાગની જમીન પર છાત્રો માટે હોસ્ટેલ,કેન્ટીન સહીતની સુવિાધા ઉભી થતી જાય છે પણ નાઈટ શેલ્ટર બનાવવા સાંસદ કે ધારાસભ્યોને રસ નાથી જે ટીકાનો મુદો બન્યો છે.  લાખોની ફી લઈને ભણાવાતા વિાધાર્થીઓ માટે  જમીન હોય તો ગરીબ દર્દીઓ કે તેના સગાવ્હાલાઓ માટ  ે ૨૦૦ વાર જમીન પણ ન હોય  ? આ મામલે વિપક્ષ સહીતના જવાબદારો મૌન સાધી લેતા લોકોમાં રોષ ઉભો થયો છે.