2.64 કરોડના ખર્ચે બનેલા મોટી ખાખર સોનલધામ શીરાચાના રોડમાં ભ્રષ્ટાચાર
- માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ ની મિલીભગત છતી થઈ
- રસ્તાના નિભાવના ત્રણ વર્ષ બાકી છે ત્યારે તાત્કાલિક અસરથી પાણીના નાલા સહિતનું કામ કરવા માગણી
- અંજારના કોન્ટ્રાકટરે વરસાદી નાલા જ ગાયબ કરી દેતા રસ્તા પર ભરાતું પાણી, માટીનું પુરાણના ઠેકાણા નથી

મુંદરા, તા.09 જૂન 2020, મંગળવાર
મોટી ખાખર સોનલધામ શીરાચા રોડ તાજેતરમાં બનાવવામાં આવ્યો છે પરંતુ માર્ગ- મકાન વિભાગ ખાતાના અધિકારીની મિલીભગતથી કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરીને રસ્તાની દશા બેસાડી દિધી છે. હાલના વરસાદી માહોલમાં આ રસ્તાના કામમાં થયેલી ખાયકી પોલ પાધરી થઈ ગઈ છે.
આ અંગે અરજદાર વાલજી ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, આ રસ્તો ૨૬૪.૩૩ લાખના ખર્ચે બે વર્ષે પહેલા બનાવવામાં આવ્યો હતો. ૪.૬૦ કિ.મી.ના રસ્તાનું કામ અંજારના ધરતી કન્સ્ટ્રકશન દ્વારા કરાયું હતું. આ કામમાં મોટાપાયે ક્ષતિઓ બહાર આવી છે. આ રસ્તામાં જ્યાં ૩ થી ૪ જગ્યાઓ એવી છે જેમાં વરસાદી પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ નાલાઓની જરૂર હતી.
જેથી વરસાદના પાણી રરસ્તાપર સંગ્રહન થાય અને લોકોને મુશ્કેલીઓન પડે. પરંતુ કોન્ટ્રાકટર અને માર્ગ- મકાન વિભાગે આ રસ્તાનું કામ કરાવ્યું તેમાં અનેક ભ્રષ્ટાચાર કર્યો છે. ગત વર્ષે વરસાદ પડયો ત્યારે પણ નાલાઓની ખોટ વર્તાઈ અને પાણી ઠેર ઠેર રસ્તાઓ ઉપર ભરાઈ ગયા હતા.
તેમજ રસ્તાઓની સાઈડોમાં જે માટી ભરવાની હતી તેમાં પણ કેટલીક જગ્યાઓ ભરાયેલી નથી. જેથી પાકા રસ્તાને નુકશાન પહોંચી રહ્યુું છે. આ રસ્તામાં જે સિમેન્ટ અને અન્ય જે વસ્તુઓ વાપરવામાં આવેલી છે તે ખુબ જ હલકી ગુણવત્તાવાળી વાપરવામાં આવી છે આમ રસ્તાનુ ંકામ યોગ્ય રીતે કરાયું નથી. ઉપરાંત આ રસ્તામાં ક્યાંક રસ્તાને સાંકળો પણ બનાવવામાં આવેલા છે જેથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રસ્તાની નિભાવની તારીખ ૬-૧-૨૦૧૮ થી ૫-૧- ૨૦૨૩ છે અને આ રસ્તા બની ગયો એને અઢીવર્ષ જેવો સમય થયો છે ત્યારે આ હજી રસ્તા માટે સાડા ત્રણ વર્ષ જેવો ખુબ જ લાંબો સમય બાકી હોવા પહેલા જ રસ્તામાં ખુબ ખાડાઓ પડી ગયા છે. જેની મરંમત જરૂરી છે. સાઈડમાં માટી નાખવાની જરૂર છે જેથી રસ્તો લાંબા સમય સુધી ટકી રહે અને જ્યાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યાં નાલાઓ કરવાની તાતી જરૂરીયાત છે. આ મુદાઓને ધ્યાનમાં લઈને આ રસ્તામાં રહેલી ક્ષતિઓ કોન્ટ્રકટર પાસે કે સરકારના દ્વારા દુર કરાવીને કામ કરાય તેવી માંગણી કરાઈ છે.