Get The App

કોરોનાના કેસ વધ્યા, ઓમિક્રોનની એન્ટ્રીથી ચિંતાઃ કચ્છમાં ૨૦૦૦થી વધુ બેડ તૈયાર

- જરુર પડયે સામાજીક સંસ્થાઓની મદદ પણ મેળવાશે

- કચ્છની હોસ્પીટલમાં આજ સુધી ઓક્સિજન જનરેટ કરવાની કેપેસીટી ૬૮.૧૯ લાખ મેટ્રીક ટન

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
કોરોનાના કેસ વધ્યા, ઓમિક્રોનની એન્ટ્રીથી ચિંતાઃ કચ્છમાં ૨૦૦૦થી વધુ બેડ તૈયાર 1 - image

ભુજ,રવિવાર

કચ્છમાં કોરોનાના વાધતા કેસો અને ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ૨ હજારાથી વધુ બેડની વ્યવસૃથા કરવામાં આવી રહી છે. આ માટે સરકાર, તંત્રની સાથોસાથ સામાજીક સંસૃથાઓનું પણ યોગદાન લેવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રાજયની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ કોરોનાના કેસો બેકાબુ છે. એકટીવ પોઝીટીવ કેસોમાં સતત વાધારાના પગલે લોકોમાં વધુ એક તરફ ચિંતાના વાદળો ઘેરાયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. જે અનુસાર ૧૦૦૦ ઓક્સિજન બેડ સહિત કુલ ૨ હજારાથી વધુ બેડની વ્યવસૃથા કરવામાં આવી છે. સામાજીક સંસૃથા દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને રસી મૂકવા અપીલ કરવામાં આવી રહી છે.છેલ્લા ચાર દિવસમાં કચ્છમાં ૩૬ પોઝીટીવ કેસો આવ્યા છે. દરમિયાન, આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યાનુસાર જે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે અને પોઝીટીવ આવ્યા છે તેઓ સારવારાથી સાજા થઈ ગયા છે. જયારે જેમણે રસી નાથી તેમને હોસ્પીટલમાં દાખલ થવુ પડયુ છે. કચ્છ જિલ્લામાં અત્યાર  સુાધીમાં ૧૪ લાખ લોકોનું રસીકરણ થઈ ગયુ છે. કચ્છની હોસ્પીટલમાં આજ સુાધી ઓક્સિજન જનરેટ કરવાની કેપેસીટી ૬૮.૧૯ લાખ મેટ્રીક ટન છે. દરમિયાન ગત રોજ ઓમિક્રોનની પણ એન્ટ્રી થઈ ચુકી છે. ઓમિક્રોનના પણ બે કેસ નોંધાયા હતા. બે મહિલાઓ સંક્રમિત થઈ છે જેમાંથી એક વિદેશાથી આવી છે જયારે અન્ય મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નાથી.