For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાગ્રસ્ત તબીબ યુવતીની બેદરકારી સામે ભુજના શહેરીજનોમાં ઉગ્ર રોષની લાગણી

- તંત્ર વધુ સજાગ બને તેવી ઉઠતી માંગ

Updated: May 10th, 2020

Article Content Imageભુજ,શનિવાર

કચ્છમાં લોકડાઉન ૩નું ચૂસ્તપણેાથી પાલન કરાઈ રહ્યું છે તેવા સમયે કોરોના સંક્રમીત તબીબ યુવતી મુંબઈમાં રીપોર્ટના પરિણામની રાહ જોયા વીના ભુજ આવી જતા દિવસભર શહેરમાં ચર્ચાનો વિષય બની હતી તેમજ લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. છુટછાટ સાથે માંડ થાળે પડતા જનજીવનને ફરી બ્રેક લાગવા માટે બેદરકારી ભારે ન પડે તેવું લોકોએ જણાવ્યું હતું.

જિલ્લાને ગ્રીન ઝોન જાહેર થવા માટે ૧૪ દિવસ જ રાહ જોવાની હતી ત્યારે મુંબઈમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતી તબીબ યુવતી ચાર દિવસ પહેલાં ભુજમાં આવી હોમ કવોરેન્ટાઈન થઈ હતી. કોરોના વાયરસ પરીક્ષણના રીપોર્ટના પરિણામની રાહ જોયા વીના મુંબઈાથી ભુજ આવી હતી તેનો મુંબઈાથી કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જિલ્લો ગ્રીન ઝોનમાં ફેરવાય તેવી આશા ફરી ઠગારી નીવડી છે.છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈથી આવેલા વ્યક્તિઓ જિલ્લામાં કોરોના ફેલાવશે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી તે હવે સાચી ઠરી છે. ભુજ આવ્યા બાદ યુવતીએ કેટલાક સ્થળોની મુલાકાત લીધી હોવાનું જાણવા મળતા તેના સંપર્કમાં આવેલા લોકોમાં ફફળાટ ફેલાયો છે. સાથે પોઝીટીવ કેસમાં વધારો થવાની દહેશત ઉભી થઈ છે. ઉપરાંત છેલ્લા છ દિવસથી માંડ માંડ થાળે પડતું ભુજમાં જનજીવન પુનઃ ધબકતું થયું હતું પરંતુ ફરી તબીબ યુવતીનો પોઝીટીવ કેસ સામે આવતા મુશ્કેલીમાં વધારો થયો છે.  વધુ કેસ નોંધાય તો તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં તો ફરી ધંધા રોજગાર ઠપ્પ થઈ જશે તેવો ગભરાટ વેપારીઓમાં ફેલાયેલો જોવા મળ્યો હોવાનું અગ્રણી વેપારીએ જણાવ્યું હતું. માટે આગામી સમયમાં તંત્ર વધુ સજાગ બને તેવી માંગ ઉઠી છે.

Gujarat