Get The App

કચ્છમાં કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાનું મોત,વધુ સાત નવા કેસ

- કોરોનાથી ત્રીજુ મોત, કુલ ૭પ કેસ : મહિલાના મોત બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

Updated: May 29th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાનું મોત,વધુ સાત નવા કેસ 1 - image

ભુજ, ગુરૃવાર 

કચ્છમાં નવા ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓનો આંક વાધીને ૭૫ સુાધી પહોંચી ગયો છે. આજે નવા નોંધાયેલા સાત પૈકીની એક સર્ગભા મહિલાનું આજે વહેલી સવારે મોત થતા જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ત્રણ થયો છે. ગર્ભવતી મહિલાના મોત બાદ તેનો કરાયેલો કોવીડ ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલના જવાબદારો દોડતા થઈ ગયા હતા. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં આ મહિલાને ઓપરેટ કરનાર સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ તાથા પેરામેડીકલ સ્ટાફને ક્વોરન્ટાઈન થવાની ફરજ પડે તેવા સંજોગો પેદા થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે દરશડીના એક આાધેડના મોત બાદ આજે  બીજા દિવસે  બીજુ મોત નોંધાયું હતું. જેમાં ૩૦ વર્ષીય સગર્ભા મહિલાનો ભોગ લેવાઈ ગયો છે . તંત્રના જણાવ્યા મુજબ રાપરના સુખાધાર વિસ્તારની રૃકસાનાબેન સલીમ કુરેશીને તા.૨૭ના જી.કે.જનરલ ભુજ ખાતે ગાયનેક વોર્ડમાં દાખલ કરાઈ હતી. ગર્ભાશયમાં ભુ્રણનું મૃત્યુ થયા બાદ તેમની સિૃથતી કાથળતા સારવાર માટે જી.કે.માં ખસેડાયા હતા. સારવાર છતાં આ મહિલાનું તા.૨૮ના વહેલી સવારે ૫.૧૧ કલાકે પ્રાણ પંખેરૃ ઉડી ગયું હતું. મહિલાના મોત બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જી.કે.ના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. સર્ગભાને ઓપરેટ કરનારા સ્ત્રી નિષ્ણાંત તાથા અન્ય સ્ટાફના ટેસ્ટ ઉપરાંત તેઓને ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડે તેવી નોબત સર્જાઈ છે. આ સિૃથતિમાં હવે અન્ય દર્દીઓની સારવાર પર પણ અસર પડશે તેવી સિૃથતી ઉભી થશે. જો કે જી.કે.ના જવાબદારો દ્વારા પ્રાથમિક માહિતી મુજબ તેનું મોત ગાયનેકોલોજીકલ કારણોસર  થયું હોવાનું અનુમાન છે. પણ સરકારની ગાઈડલાઈન મુજબ તબીબોની પેનલ દ્વારા તેનું ડેાથ ઓડીટ કર્યા બાદ સાચુ કારણ માલુમ પડશે.

જ્યારે અન્ય ૬ કેસમાં ૪ વ્યક્તિઓ માંડવી તાલુકાના દરશડીના છે. આ ચારે કેસ ગઈકાલે મોતને ભેટલા આડેાધના પરીવારજનો છે. જેમાં ૩૯ વર્ષીય પુરૃષ,  ૨૨ વર્ષીય યુવતી, ૫૧ વર્ષીય મહિલા અને ૩૭ વર્ષીય પુરૃષનો સમાવેશ થાય છે. આ તમામના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ તેઓને સારવાર હેઠળ લેવાયા છે. જ્યારે મુંદ્રા તાલુકાના  ભદ્રેશ્વરના ૧૭ વર્ષીય કિશોર પણ સંક્રમણનો ભોગ બન્યો છે. તો રાપરના વાઘેલાવાસની ૬૮ વર્ષીય મહિલાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા કચ્છમાં કુલ નવા સાત કેસ ઉમેરાયા હતા. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અત્યાર સુાધી સંક્રમણનો ભોગ બનનાર ૭૫ દર્દીઓ પૈકી ૩ના મોત થઈ ચુક્યા છે.

કચ્છમાં ૨૦૯ વાહનોને ડિટેઈન 

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ ધારા ૧૮૮ના ભંગ બદલ ગઇકાલ સુાધી કુલ ૭૧ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૃ.૬૨,૦૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલો છે. જાહેરનામાના ભંગ બદલ ૭૯ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુાધીમાં કુલ ૨૦૯ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. 

કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૧૩ લોકો હોમ ક્વોરેન્ટાઈન 

કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બહારાથી આવનારા  ૨૨૧૩ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. જ્યારે બીજીતરફ જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. જેમાં નવા ૫૬૨૩ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું  છે. અત્યાર સુાધી કુલ ૨૪૧૮૧૪ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. 

Tags :