Get The App

ઠંડીના કહેર વચ્ચે કોરોનાએ રફ્તાર પકડીઃ કચ્છમાં વધીને ૧૬ કેસો

- ગાંધીધામ શહેરમાં ૫, ભુજ શહેર-ગ્રામિણમાં ૭, માંડવી પંથકમાં પણ ૪ કેસો નોંધાયા

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
ઠંડીના કહેર વચ્ચે કોરોનાએ રફ્તાર પકડીઃ કચ્છમાં વધીને ૧૬ કેસો 1 - image

ભુજ,ગુરૃવાર

કચ્છ જિલ્લામાં કોરોનાએ રફતાર પકડી હોય તેમ માત્ર બે જ દિવસમાં ૨૯ પોઝીટીવ કેસો નોંધાયા છે. ગત રોજ બુાધવારે કોરોનાના ૧૩ કેસ બાદ આજે નવા ૧૬ કેસો નોંધાયા હતા. આગામી દિવસોમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં વાધારો થતો રહેશે ેતવી દહેશત સેવાઈ છે. 

કચ્છ જિલ્લામાં કોરોનાના આજે શહેરી વિસ્તારમાં ૯ અને ગ્રામિણ વિસ્તારમાં ૭ કેસો નોંધાયા જેમાં, ભુજ શહેરમાં ૨ અને ભુજના ગ્રામિણમાં ૫, માંડવી શહેર અને તાલુકામાં ૨-૨ તો ગાંધીધામ શહેરમાં ૫ કેસોનો ઉમેરો થયો હતો. 

બે દિવસમાં કેસો વાધતા હવે એકટીવ પોઝીટીવ કેસો વાધીને ૩૨ પહોંચી ગયા છે. કુલ કેસોનો આંક ૧૨૭૭૬ નોંધાયો છે. જયારે બીજીતરફ પાંચ દર્દીઓ સ્વસૃથ થયા હતા.  આજે આવેલા કેસોમાં વાડાસર ગામે ૨, માધાપર-૨, સુમરાસર શેખ-૧, રામપર વેકરા ગામે ૨ કેસો નોંધાયા છે. કેસો વાધતા હોવા છતા સુશાસન સપ્તાહની ઉજવણીના નાટક ચાલુ છે. બજારમાં પણ ભીડ જોવા મળે છે જે ખતરનાક સાબિત થશે.