Gujarat

કચ્છમાં કોરોનાના દર્દીઓને હોસ્પિ.ના બદલે ઘરે જ આઈસોલેટ કરાતા રોષ

By GS Team
21 Jul 20202 mins read
This article was originally published on 21 Jul 2020
કચ્છમાં કોરોનાના દર્દીઓને હોસ્પિ.ના બદલે ઘરે જ આઈસોલેટ કરાતા રોષ

ભુજ, સોમવાર 

કચ્છના વિસ્તાર અને સંખ્યા સામે કોરોના કેસ હજુ તંત્રના કન્ટ્રોલ હેઠળ છે. હોસ્પિટલમાં બેડની સંખ્યાથી લઈને અન્ય સુવિાધાઓ ઉપલબૃધ હોવાછતાં સરકારની નવી ગાઈડલાઈનના ઓઠા હેઠળ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાના બદલે ઘરે જ આઈસોલેટ કરાતા હોવાથી સંક્રમણ અન્ય  પરીવારજનો તાથા લોકોમાં ફેલાઈ રહ્યું હોવાની ઘટનાઓ સામે આવી છે. જેનાથી કચ્છમાં કોવીડ-૧૯ના દર્દીઓને તત્કાલ હોસ્પિટલે ખસેડાય તેવી માંગ ઉઠી છે.

આ અંગે  મળતી વિગતો મુજબ સપ્તાહ પહેલા ભુજના ઓાધવપાર્ક- ૩માં કોરોના દર્દીને ઘરમાં જ રાખવામા ંઆવ્યો હતો. જેનાથી હાલે તેના પરીવારના અન્ય બે જણ પણ ચેપગ્રસ્ત બન્યા છે.  આ રીતે અન્ય કેસોમાં પણ આવું બન્યું છે. આવનારા દિવસોમાં અમલદારોના મનમાનીયુક્ત  બેદરકારી ભર્યા વલણાથી કોરોનાનું સંક્રમણ વધુ લોકોમાં ફેલાશે તે ચોક્કસ છે.  હાલે કોરોના પોઝિટિવ આવનારા દર્દીઓને ઘરમાં જ રાખવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ઉઠયા છે. તો બીજીતરફ જાણકારોના જણાવ્યા મુજબ કચ્છમાં  વાધતા કેસ વચ્ચે જે લોકો ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ આપે છે તેઓને  હોસ્પિટલ કે ઘરે ક્વોરન્ટાઈ કરવામાં  આવે તે સબબનો પરીપત્ર બહાર પાડયો છે.  પરંતુ કચ્છમાં ૯૯ ટકા દર્દીઓ સેમ્પલ આપ્યા બાદ ઘરમાં જ આઈસોલેટ કરાઈ રહ્યા છે. જેનાથી અન્ય લોકોમાં ચેપ ફેલાઈ રહ્યો છે.  ખાનગી લેબોરેટરી તાથા તંત્રના તાલુકા હેલૃથ ઓફીસરો  વચ્ચે સંકલનનો અભાવ હોય તેવું પણ જણાઈ આવ્યું છે. જે લોકોના રીપોર્ટ ન આવે તે લોકોને વિકલ્પ આપવાના બદલે હોસ્પિટલમાં જ  ફરજિયાત ક્વોરન્ટાઈન કરીને રાખવામાં આવે તેવી માંગણી ઉઠી છે. તેમજ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને પણ શંકાસ્પદ દર્દીની વિગતો સેમ્પલ લીધા બાદ તત્કાલ જ તંત્રને આપીને ત્યાંથી જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે જરૃરી છે. જેાથી ઓાધવપાર્ક-૩ જવી બેદરકારીભરી ઘટના ઘટે નહીં.