ભુજમાં કોરોના લેબ ચાલુ થઈ ગઈ પણ કોવીડ-૧૯ના ટેસ્ટ કરવામાં મંદગતિ!
- બહારથી આવતા લોકોના સીધા ટેસ્ટ કરાય તો કોરોના વધુ ફેલાતો અટકાવી શકાશે
- ૫૦ દિવસોમાં માંડ ૧૦૦૦ જેટલા ટેસ્ટ થયા ઃ લેબની દૈનિક ૧૦૦ની ક્ષમતા સામે માંડ ૨૦ ટકા સેમ્પલ લેવાઈ રહ્યા છે!
ભુજ, બુધવાર
કચ્છમાં લોકડાઉન લાગુ થયાથી લઈને વર્તમાન સિૃથતિ સુાધીના સમયગાળામાં લોકોના ટેસ્ટ કરવામાં તંત્ર પાછીપાની કરી રહ્યું છે જે વિવાદ અગાઉ પણ ઉઠયો હતો. તે સમયે નમુના રાજકોટ કે જામનગર મોકલવા પડતા હોવાથી મર્યાદિત સેમ્પલ લેવાની મજબુરી હોવાનું ગાણું ગવાતું હતું. પરંતુ હાલે છેલ્લા એક સપ્તાહાથી કચ્છમાં કોવિડ-૧૯ની લેબ મંજુર થઈ ગઈ છે આમછતાં કોરોના સ્પ્રેડર્સ બની શકે તેવા લોકોના નમુના લેવાની ગતિ વાધી નાથી. હજુ પણ જુની પધૃધતિ મુજબ ૧૦ થી ૨૦ નમુના રોજના લઈને ટેસ્ટીંગ માટે મુકાય છે. નવાઈ તો ત્યાં છે કે બહારાથી આવનારા લોકોના પણ ત્વરીત ટેસ્ટ કરવામાં ન આવતા જડસા તાથા બુઢારમોરામાં કોરોના કેસોનો વિસ્ફોટ થયો છે. હજી વધુ ચેઈન ખુલ્લે તેવી શક્યતા છે.
આ અંગે જાણકારોએ જણાવ્યું હતું કે, બહારાથી આવનાર લોકોને માત્ર થર્મલ સ્ક્રીનિંગ કરીને જવા દેવા જોખમી છે. માનવીય સ્વભાવ મુજબ મોટાભાગના લોકો સદતંર હોમ ક્વોરેન્ટાઈનના નિયમોનુ ંપાલન કરતા નાથી. કોરોના વાયરસના લક્ષણો મુજબ અનેક લોકોમાં તાવ, ઉઘરસ જેવા લક્ષણો હોતા નાથી જેાથી તેઓ સ્ક્રીનિંગમાં પરખાઈ શકતા નાથી. આ લોકો ઘરે જઈને જો ગામમાં ફરે અને અઠવાડીયા બાદ બિમાર પડે તો આ લોકો થકી અનેક લોકોને ચેપ લાગવાની સંભાવના વાધી જાય છે.આવું જ જડસા ફાયરીંગ કેસના દર્દી અને બુઢારમોરામાં આવેલા ૭ કેસમાં જોવામળ્યું છે. જડસામાં થયેલી મારામારીમાં કોરોના પોઝીટીવ દર્દી સામેલ હતો જેનો ભાઈ મુબઈાથી આવ્યા હતો આમછતાં પરીવાર ગામમાં બહાર ફરતો હતો. તો બુઢારમોરામાં ૭ કેસ કોરોનાના નોંધાયા છે. આમ તમામ મુંબઈાથી ગામમાં આવ્યા છે, જો આ લોકોના પ્રાથમ દિવસે જ ટેસ્ટ કરીને બાદમાં ગામમાં પ્રવેશ અપાયો હોત તો આજે સિૃથતી કંઈ અલગ હોત. લોકોએ માંગણી કરી છે કે, ક્ચ્છ કલેકટર સરકારમાં રજુઆત કરીને કચ્છના કિસ્સામાં પરમિશન લઈને બહારાથી આવનારા લોકોના થર્મલ સ્ક્રીનિંગ કરવાના બદલે પ્રાથમ જ કોરોના ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ કરે . કારણ કે સૃથાનિકે લેબ ચાલુ થઈ ગઈ હોવાથી એક જ દિવસમાં પરીણામ આવી જાય છે જેાથી એક જ દિવસમાં કોરોના વાહક બનીને કચ્છમાં ઘુસનારા લોકોને પકડી ચેપને ફેલાતો રોકી શકાય છે. જો, તંત્ર એક જ ગાઈડલાઈન મુજબ કામગીરી કરશે તો કચ્છ જલ્દી અમદાવાદ જેવી સિૃથતીમાં મુકાઈ જશે તેવો ભય ઉભો થયો છે. લોકડાઉનના ૫૦ દિવસોમાં કચ્છની ૨૧ લાખની વસતી સામે માત્ર ૧૦૦૦ જેટલા ટેસ્ટ થયા છે. તેમજ જી.કેમાં લેબ ચાલ ુથઈ ગઈ છે છતાં તેની રોજની ૧૦૦ સેમ્પલ ટેસ્ટ કરવાની ક્ષમતા સામે માંડ ૧૦ થી ૨૦ સેમ્પલ ચકાસણી માટે તંત્ર મુકી રહ્ય છે. દિવા જેવી સાફ વાત છે કે, અત્યારસુાધી સામે આવેલા તમામ કેસમાં કોરોના વાહક દર્દીઓ ગામમાં ફર્યા છે તેમજ પાછળાથી લક્ષણો પાધરા થયા છે. રોજ સેંકડો લોકો કચ્છમાં ઘુસી રહ્યા છે ત્યારે તેઓ પોતાના ગામમાં બહાર ફરતા જણાય છે જે કચ્છના ગામડાઓને કોરોની લેપટમાં લઈ જશે તેવો ભય છે. જાગૃતોએ માંગણી કરી હતી કે, જેમ વિસ્તારવાઈસ ઝોન બનાવાયા છે તેમ વિસ્તારની સિૃથતી મુજબ ટેસ્ટ કરવાની ગાઈડલાઈન પણ બદલાવી જોઈએ. કચ્છમાં જે રીતે બહારના લોકો પ્રવેશી રહ્યા છે તેઓને સર્વસામાન્ય ગાઈડલાઈન મુજબ માત્ર હોમ ક્વોરેન્ટાઈન કરવું જો ખમી છે. આ બાબતે મુખ્યમંત્રી સમક્ષ મુદો ઉપાડીને બહારના આવનારા લોકોના ફરજિયાત પ્રાથમ દિવસે જ સેમ્પલ લઈ લેવાય તે કચ્છના હિતમાં છે.