કચ્છમાં કોરોનાનો કહેર જારી : વધુ ચાર કેસ નોંધાયા, ૫ોઝિટિવ દર્દીનો કુલ આંક ૧૦૫
- ૧૦ શંકાસ્પદ કેસોના રિપોર્ટ આવવાના બાકી
- ગાંધીધામના પોલીસ કોન્સ્ટેબલ તથા સુવઈના શિક્ષક તેમજ અંજારના દરજી સહિત ચાર વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દ્વારા કાર્યવાહી
ભુજ,શનિવાર
ગત રોજ કચ્છમાં છ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસનો આંક ૧૦૫ ઉપર પહોંચ્યો હતો. આજે ગાંધીધામના પોલીસ કોન્સ્ટેબલ, સુવઈના શિક્ષક, અંજારના દરજી સહિતનાઓનો સમાવેશ થયો હતો. હજુ ૧૦ શંકાસ્પદ કેસોના રિપોર્ટ આવવાના બાકી છે. અનલોક બાદ રાજયના અન્ય જીલ્લાઓની જેમ કચ્છમાં પણ કોરોનાના કેસ ઝડપભેર આગળ વાધતા ખતરાની ઘંટડી સમાન છે. તકેદારી આપવામાં નહીં આવે તો જિલ્લામાં હજુ પણ મોટી સંખ્યામાં કેસોમાં વાધારો થશે.
ગાંધીધામ બી ડીવીઝનના પો.કોેન્સ્ટેલ ખોડુભા નરેન્દ્રસિંહ ચુડાસમા( ૪૦) રે. દેવનગર, અંજાર. જેઓ ગાંધીધામની હોટલ આરતીના કોરોના પોઝીટીવ મેનેજરના સંપર્કમાં આવ્યા હોવાથી ચેપ લાગ્યો હતો. ખોડુભાના સંપર્કમાં આવેલા ગાંધીધામ બી ડીવીઝનના પોલીસ માથકના પી.આઈ. સહીત ૧૦ કર્મચારીઓને ૧૪ દીવસ માટે હોમ કવોરન્ટાઈનમાં રહેવા સુચના આપી છે. તેમના ૧૨ જેટલા પરીવારજનોને પણ કવોરન્ટાઈનમાં ખસેડવા અંજાર ટીએચઓ કાર્યવાહી ચાલુમાં છે. દરમીયાન અંજારના ગોલ્ડન સીટીમાં રહેતા ૨૧ વર્ષીય હરેશ રતન સંજોટનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હરેશ દરજીકામનો કામ કરતો હોવાથી ગ્રાહકોમાંથી સક્રમિત થયો હોવાનું જાણવા મળ્યુ છે.હરેશના કોન્ટેકટમાં આવેલા ૮થી ૧૦ લોકોને ઈન્સ્ટીયુટશન કવોરન્ટાઈન કરવાની કામગીરી ચાલુમાં છે. બીજીતરફ માંડવી તાલુકાના દુજાપર ગામના ૨૬ વર્ષીય પૃથ્વીરાજસિંહ જાડેજાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પૃથ્વીરાજસીંહ અમદાવાદાથી વતન આવ્યો હતો. તેના મામાને કવોરન્ટાન કરાશે.
તો, રાપર તાલુકાના સુવઈ ગામની પ્રાથમીક કન્યા શાળાના ૩૩ વર્ષીય શિક્ષક બામણીયા આશીષભાઈ પરષોતમભાઈનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આશીષભાઈ ગાંધીનગર જીલ્લાના દહેગામ નજીકના ગામના વતની છે. ગત છઠ્ઠી તારીખે તેઓ વતનાથી સુવઈ આવ્યા હતા. સુવઈ આવ્યા બાદ તેના બે દીવસ પછી તાવ આવ્યો હતો. ત્યારબાદ રાપરની સાવલા હોસ્પીટલમાં ચેકઅપ કરાવ્યુ હતુ. ગત રોજ સેમ્પલ લેવાયા બાદ આજે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જો કે, તે પૂર્વે બપોરે શિક્ષક વતન જવા નીકળી ગયા હતા. શિક્ષકના કલોઝ કોન્ટેકમાં આવેલા શાળાના અન્ય ૬ શિક્ષકો, ૨ પરીવારજનો અને એક ડ્રાઈવર હોવાનું બહાર આવતા તેમને કવોરન્ટાઈન કરાશે.
ભુજ આવેલી તબીબ યુવતી જુહીની અટક રજીસ્ટ્રેશન રદ કરવા આઈએમએને પત્ર
ભુજની તબીબ યુવતી ડો.જુહી શાહ કોરોનાગ્રસ્ત હોવા છતા તંત્રને અંધારામાં રાખીને કોઈ પણ કાયદાકીય મંજુરી વીના ભુજ આવી પહોંચેલ હોવાના ચકચારીભર્યા કીસ્સામાં તેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. એટલુ જ નહીં રજીસ્ટ્રેશન રદ કરવા એસપીએ આઈએમએને પત્ર લખ્યો છે.
ગત મે મહીનામાં જુહી શાહ સરકારી તંત્રોની મંજુરી લીધા વીના જ ભુજાથી મુંબઈ મોકલાયેલી કાર મારફત ભુજ આવી હતી. જુહી શાહનો ત્રીજી મેના રોજ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. બીજા દીવસે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તેને ૧૪ દીવસ કવોરન્ટાઈનમાં રહેવા સુચના અપાઈ હોવા છતા તે પોતાના સહધ્યાયી સાથે ભુજ આવી ગઈ હતી. તે કોરોના સંક્રમીત હોવાની જાણ તેના પરીવારજનો દ્વારા ૮ મેના રોજ આરોગ્ય વીભાગને કરવામાં આવી હતી.આ ગંભીર બેદરકારીના પગલે પોલીસ દ્વારા તેની સામે વીવીધ કલમો તળે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. ત્યારે બી ડીવીઝન પોલીસ દ્વારા જુહી તેમજ સહાધ્યાયી ડો.રોનક શાહ અને કાર ડ્રાઈવર ઘનશ્યામ રબારીની અટક કરીને જામીન મુકત કર્યા હતા. બીજી તરફ જીલ્લા પોલીસ વડા સૌરભ તોલંબીયાએ યુવતીની ગંભીર બેદરકારી બદલ તેનું તબીબ તરીકેનું રજીસ્ટ્રેશન રદ કરવા ઈન્ડીયન મેડીકલ એસોસીએશન, નવી દીલ્હીના ડાયરેકટરને પત્ર લખ્યો છે.
કોવીડ હોસ્પિટલમાં ૨૪ દર્દી દાખલ
હાલમાં કુલ ૮ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૮૯૬ લોકોનો સર્વે કરાયા હતો. છેલ્લા ચોવીસ કલાકમાં ૪ (ચાર) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. ૧૦ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુાધી કુલ ૧૦૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં ૨૪ એકટીવ પોઝીટીવ કેસ છે. કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૦૩ જેટલા લોકો સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં ૬૮૫૧ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૩૯૯ લોકોને સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ કચ્છ જિલ્લાની વિવિાધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૨૪ દર્દી એડમીટ છે અને અત્યાર સુાધીમાં કુલ ૨૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.