કચ્છમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં : તંત્રને રાહત, લોકોને હાશકારો
- ખરેખર નવો કેસ નથી આવ્યો કે પછી વિગતો દબાવી રખાઈ છે!
- જો કે હજુ ઘણા રિપોર્ટ આવવાના બાકી હોવાથી રાહત કેટલો સમય ટકી રહે છે તેના પર બધાની મીટ
ભુજ,શુક્રવાર
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે કચ્છમાં એક પણ પોઝીટીવ કેસ ન નોંધાતા રાહત થવા પામી હતી. સાંજ પડતા જ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસોની સંખ્યા જાહેર કરવામાં આવે છે જેમાં કેટલાક દિવસોથી કેસોની સંખ્યા વધતી હોવાથી આજે પણ કેસો વધશે તેવી ભિતી વચ્ચે મોડી સાંજે એક પણ પોઝીટીવ કેસ નોંધાયો ન હોવાથી આજ પુરતી રાહત થવા પામી હતી.
છેલ્લા સાતેક દિવસથી કચ્છમાં કોરોનાના ઝડપભેર કેસો આવવા માંડતા શુક્રવાર સુધી પોઝીટીવ કેસોનો આંક છેક ૬૫ સુધી પહોંચી ગયો હતો. આજે પણ પોઝીટીવ કેસો આવશે તેવી આશંકા વચ્ચે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સાંજે જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી તેવી માહિતી અપાતા રાહત થવા પામી હતી પરિણામે, પોઝીટીવ કેસનો આંક ૬૫ સુધી હાલ તો અટકયો છે. જો કે, હજુ ઘણા કેસો પેન્ડીંગ હોવાથી રાહતની ખુશી કેટલી ટકી રહે છે તે જોવુ રહ્યુ.કચ્છમાં એક પણ પોઝીટીવ કેસ ન નોંધાયાના સમાચાર પણ ગણતરીના મિનીટોમાં સોશ્યિલ મિડીયામાં ફરી વળ્યા હતા. એટલે, કચ્છીજનોએ રાહતનો દમ લીધો હતો. બીજી તરફ ચર્ચાતી એક વિગત અનુસાર હકીકતે કોઈ નવો કેસ નથી નોંધાયો કે પછી અમદાવાદની માફક કેસ દબાવી રાખવામાં આવ્યા છે? તે મહત્વની બાબત છે. કારણ કે કચ્છના તંત્રએ કોરોનાની પુરતી વિગતો જાહેર કરવાનું બે-ત્રણ દિવસથી બંધ કરી દીધું છે.
હાલ પ૦ એક્ટીવ કેસ, ૨૪ કલાકમાં નવા ૨૯૨૦ વ્યક્તિનું સ્ક્રીનિંગ
કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. આજે સાંજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૨૯૨૦ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૨૧૬૨૩૯ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી અત્યાર સુાધીમાં કુલ ૨૦૭૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુાધીમાં કુલ ૧૯૫૩ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલમાં ૫૦ એકટિવ પોઝીટીવ કેસ છે.
કચ્છમાં ૨૪ કલાકમાં ૧૬૯ વાહનો ડિટેઈન
ગઇકાલ સુાધી કુલ ૮૮ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૃ.૪૮,૯૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ ૮૭ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુાધીમાં કુલ ૧૬૯ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
કચ્છમાં જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી
પુર્વ કચ્છમાં જાહેરનામા ભંગ કરતા ૬૫ ઈસમોની અટક કરાઈ હતી. ૯૫ વાહનો ડીટેઈન કરાયા હતા. સૃથળ પર ૫૪,૨૦૦ના દંડની વસુલાત કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં પોલીસે ૪૦ ઈસમોની અટક કરી હતી. બિનજરૃરી આટા-ફેરા કરતા ૨૫ ઈસમો, માસ્ક ન પહેરતા ૭ ઈસમો સામે કાર્યવાહી કરાઈ છે.
અત્યાર સુધીમાં કુલ ૧૬,૮૧૧ લોકોને કવોરન્ટાઇન કરાયા
જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૬૮૧૧ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૯૭૭ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૬૮૧૧ માંથી ૧૪૮૩૪ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૨૬૦૨૯ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૧૧૧૯૫ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે. જિલ્લાની વિવિાધ હોસ્પિટલોમાં ૩૦૪ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૧૯૩ શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુાધી ૧૪૧ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૫૧ દર્દી એડમીટેડ છે. જિલ્લામાં કુલ ૨૫૩૧ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૨૧૮૦ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૨૦૩ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૧૯૭૭વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે. કચ્છમાં હવે બહારના રાજ્યોમાંથી આવતા લોકોને સાત દિવસ માટે સરકારી ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. જ્યારે બાકીના સાત દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરાય છે. જ્યારે ગુજરાતના જ અન્ય જિલ્લામાંથી આવતા લોકોને હવે ક્વોરન્ટાઈન થવાની જરૃર પડતી નાથી.