Get The App

કાળમુખો બનતો કોરોના : ગાંધીધામના બે વૃધ્ધોના મોતઃ એક સાથે નવા ૨૪ કેસ

- ભુજમાં કોરોનાનું સંક્રમણ ગંભીર રીતે વધી રહ્યું છે

- નલીયામાં ૮, ભુજમાં ૬, ગાંધીધામ ૨,ઘડુલી ૨, ભચાઉ ૨ તથા ગડા, આદિપુર,અંજાર, મેઘપર-કુંભારડીમાં એક - એક કેસ

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
કાળમુખો બનતો કોરોના : ગાંધીધામના બે વૃધ્ધોના મોતઃ એક સાથે નવા ૨૪ કેસ 1 - image

ભુજ, ગુરૃવાર 

કચ્છમાં કોરોનાએ પંજો વિસ્તાર્યો હોય તેમ આજ એક સાથે ૨૪ કેસ નોંધાયા છે. નલીયામાં એક જ પરીવાર સંકજામાં આવતા વધુ ૮ કેસ જણાયા છે તો ભુજમાં એક જ પરીવારના ૫ સભ્યો ઉપરાંત અન્ય એક  કેસ સાથે કુલ ૬ કેસ નોંધાયા છે. તો ગાંધીધામમાં ૨, ઘડુલી ૨, ભચાઉ ૨ તાથા આદિપુર, ગડા, અંજાર, મેઘપર- કુંભારડીમાં એક - એક કેસ નોંધાયો છે. દરમિયાન, કોરોનાએ ગાંધીધામના બે વૃધૃધોનો ભોગ લીધો છે. તેની સાથે જ મરણાંક ૨૩ ઉપર પહોંચ્યો છે.

આદિપુરના પાંજો ઘર નજીક રહેતા ૬૫ વર્ષિય હિરાલાલ ટેકચંદ ઠકકરનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાના ગણતરીના કલાકોમાં જ તેમનું મૃત્યુ થયુ છે. ગત ૨૧ જુલાઈએ તેમને જનરલ હોસ્પીટલમાં સારવારઆૃર્થે ખસેડવામાં આવ્યા હતા.  બુાધવારની મોડી રાત્રિના બે-ત્રણ વાગ્યાના અરસામાં તેમને દમ તોડી દીધો હતો. જયારે ગાંધીધામના અપનાનગરમાં રહેતા વાડીલાલ લોદરીયા (ઉ.વ.૭૫) ને ૧૬ જુલાઈના ગંભીર હાલતમાં જી.કે. જનરલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. તેમનો ૧૮ મીના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હોસ્પીટલના સતાવાળાઓના જણાવ્યા પ્રમાણે, બંને દર્દીઓ ડાયાબીટીસ, હાયપર ટેન્શન જેવી બિમારીઓાથી પીડાતા હતા.

જયારે પોઝીટીવ આવેલા કેસોમાં નલીયામાં ઠકકર પરીવારના વધુ ૬ સભ્યો ચેપનો ભોગ બન્યા છે. અગાઉ ૫  સભ્યો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આજે પોઝિટિવ આવેલા કેસમાં ૫૦ વર્ષના ગીતાબેન ઠકકર, ૧૨ વર્ષની ચાર્મી ઠકકર, ૬૨ વર્ષના ગીભાબેન ઠકકર, ૩૦ વર્ષના રુપલ ઠકકર, ૩ વર્ષની માન્ય ઠકકરનો સમાવેશ થાય છે. તો લોહાણા ફળીયામાં રહેતા ૬૬ વર્ષના વર્ષા આઈયા તાથા દદામાપરના ૪૮ વર્ષના મોહન ગજરા શિકાર બન્યા છે. જ્યારે ભુજમાં જેષ્ઠાનગરના જનતા નગરીમાં રહેતો સહારે પરીવારના ૫ સભ્યો સંક્રમણનો શિકાર બન્યા છે.  ૪૭ વર્ષના શીલા સહારે, ૭૩ વર્ષના અરૃણ સહારે, ૨૩ વર્ષના જીતેશ સહારે, ૬૩ વર્ષના અનસુયા સહારે તાથા ૨૫ વર્ષના ઉમા સહારેનો સમાવેશ થાય છે. ભુજના જુના રેલવે સ્ટેશન પાસે દિલ્લીથી આવેલા ૧૬ વર્ષની ટીના રાઠોડ ચેપનો ભોગ બની છે. તો ભુજ તાલુકાના અન્ય કેસમાં બરોડાથી આવેલા ગડા પાટીયા પાસે વાયેબલ રેસીડેન્સીમાં હેતા ૨૯ વર્ષના હિમાંશુ રાજપુતનો સમાવેશ થાય છે.  જ્યારે ગાંધીધામમાં આશાપુરા સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના ભીમજી ભાનુશાલી, મોર્ડન સ્કુલ પાસે સેક્ટર -૧માં રહેતા અનીલકુમાર ગોયલ તાથા આદિપુરમાં ૨ વાડી ઝુંપડપટ્ટીમાં રહેતા ૧૮ વર્ષના  મનીશ મહેશ્વવરી સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે સુરતાથી લખપત તાલુકાના ઘડુલી આવેલા  ૩૩ વર્ષના હિમાંશુ પટેલ તાથા ૫૪ વર્ષના શામજી પટેલનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદાથી ભચાઉના માયમાં આવેલા ૨૮ વર્ષના દિગ્વીજયસિંહ જાડેજા તાથા વાર્ધમાન નગરમાં રહેતા હર્ષદકુમાર વોરા સંક્રમિત થયા છે.  તો અંજાર તાલુકાના મેઘપર કુંભારડી પુષ્પ કોટેજના  ૪૦ વર્ષના  ઉદય મધુકર  અંતાણી , તાથા  વેલસ્પન કોલોનીમાં રહેતા ૫૨ વર્ષના રમાકાંત પલન ચેપ લાગ્યો છે.   ઉલ્લેખનીય  છે  કે, એક્ટીવ પોઝિટિવ કેસ ૧૪૨ થયા છે. જ્યારે કુલ પોઝિટિવ  કેસ ૪૦૨ થયા છે. સાજા થયેલા ૨૩૮કેસ છે. 

Tags :