ભુજ,સોમવાર
લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વાધારો તાથા સેન્ટ્રલ એકસાઇઝ ડયુટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વાધારાથી દેશની પ્રજા અસહ્ય ભાવ વાધારાની પીડા સહન કરી રહી છે. આવા કોરોના જેવા સંવેદનશીલ સમયગાળામાં સરકાર નફાખોરી કરી રહી છે. તે બાબતોની વિરૃધૃધમાં ગુજરાત પ્રદેશ પ્રમુખના આદેશાથી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ તળે ૨૦ જેટલા આગેવાનોએ ધરપકડ વ્હોરી વિરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમમાં પોલીસના બળપ્રયોગ તાથા ભાજપની ગરીબ તાથા મધ્યમવર્ગની પ્રજાની વિરોધી નિતી બાબતે જિલ્લા પ્રમુખે રોષ પૂર્વક જણાવ્યુ હતુ કે, ૨૦૧૪માં ભાજપ સતા પર આવેલ ત્યારે પેટ્રોલ પર એકસાઇઝ ડયુટી ૯.૨૦ પ્રતિ લીટર જયારે ડીઝલ પર પ્રતિ લીટર ૩.૪૬ હતી. જયારે હાલમાં પેટ્રોલ પર ૨૩.૭૮ પ્રતિ લીટર તાથા ડીઝલ પર ૨૮.૩૭ પ્રતિ લીટર એકસાઈઝ ડયુટી લગાવી ૨૫૮ ટકાનો આઘાતજનક વાધારો કરેલ છે. તાથા એકસાઈઝ ડયુટીમાંથી છ વર્ષના અંતે સરકાર ૧૮,૦૦,૦૦૦ કરોડની કમાણી કરેલ છે. આમ, ભાજપ સરકાર પ્રજાની સાથે છેતરપીંડી કરી પરસેવાની કમાણીમાં લોહી ચુસવાની પ્રવૃતિ કરી રહેલ છે તેમ કોંગ્રેસેજણાવ્યુ હતુ. આજે કોંગ્રેસના આગેવાનોએ રેલી સ્વરૃપે વાહનને દોરડાથી બાંધી પ્રતિક વિરોધરૃપે હંકારી જતા ભાજપની નિતી રીતિ વિરૃધૃધ સુત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નખત્રાણા અને નલિયામાં પણ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવીને વિરોધ
નખત્રાણામાં કોંગ્રેસના આગેવાનોએ મામલતદારના માધ્યમાથી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર પાઠવી સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ કરાવવાની માગણી કરવામાં આવી હતી. તેમજ એક્સાઈઝ ડયુટીમાં ઘટાડો કરાવવાની રજૂઆત કરાઈ હતી. અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નલિયામાં પણ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સતત રર દિવસાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વાધારાને કાબૂમાં લેવા તાથા સરકારની બેફામ નફાખોરી રોકવા તેમજ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહેલી પ્રજાને તેની રાહત આપવા માગણી કરાઈ હતી.


