Get The App

નખત્રાણામાં કોરોનાના કેસો આવતા તંત્ર હરકતમાં આવ્યુ

- માસ્ક ન પહેરનારા લોકો દંડાયા

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
નખત્રાણામાં કોરોનાના કેસો આવતા તંત્ર હરકતમાં આવ્યુ 1 - image

ભુજ,શનિવાર

 નખત્રાણા મધ્યે આજે  તંત્ર અને પોલીસના સંયુકત ઉપક્રમે સ્પેશ્યિલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રાંત અિધકારી પ્રવિણસિંહ જૈતાવત, પી.આઇ., ગ્રામ પંચાયત ઉપસરપંચ, તલાટી તેમજ હોમગાર્ડના સભ્યો જોડાયા હતા.ગઈ કાલે નખત્રાણા મધ્યે કોરોના સંક્રમિત થયેલ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર આજે હરકત માં આવ્યું હતું.અને જાહેરનામા મુજબ માસ્ક ન પહેરનાર લોકો પર તંત્રની તવાઈ જોવા મળી હતી. સાવચેતીના ભાગ રૃપે આકસ્મિક  ઝુંબેશ દરમિયાન લોકો, રાહદારીઓ અને વાહનચાલકોને બિનજરૃરી રીતે ઘરની બહાર ન નીકળવા માટેના સૂચન કરવામાં આવ્યા હતા. તાથા માસ્ક પહેર્યા વગરના લોકોને,  સરકારી નિયમ અનુસાર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ માસ્ક પણ આપવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા દુકાનદારોને માસ્ક પહેરવા તેમજ ગ્રાહકો વચ્ચે યોગ્ય સામાજિક અંતર જાળવવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

Tags :