વૈશાખની કાળઝાળ ગરમી વચ્ચે બજારમાં કેરી આવી, આસમાને આંબતા ભાવથી ખરીદી ઘટી
- કચ્છની કેસર કેરીના આગમનની જોવાતી રાહ
- હાફુસના કીલોના રૃ.રપ૦થી ૩૦૦, સુંદરીના રૃ.૧૦૦ અને બદામના કેરીના રૃ.૮૦ જેટલા ઉંચા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગને કેરી ખાવી મુશ્કેલ
ભુજ,સોમવાર
વૈશાખ માસની કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ જિલ્લાની બજારોમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે. આવા સમયે હાફુસ કેરીના ભાવ એક કિલોના રૃા.રપ૦ અને ૩૦૦ છે આ ઉપરાંત સુંદરીના ૧૦૦ અને બદામ કેરી રૃા.૮૦ની એક કિલો વેચવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉનની પરિસિૃથતિના કારણે માલ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નાથી. ઉપરાંત સમયની પાબંદી પણ વેપારીઓને નડી રહી છે. આવા સમયે હાફુસ કેરીના ભાવ મધ્યમ વર્ગને પોષાય તેવા રહ્યા નાથી તેાથી મર્યાદીત પ્રમાણમાં જ કેરીની ખરીદી લોકો કરી રહ્યા છે. છેલ્લા એક માસાથી વધુ લોકડાઉનના કારણે ધંધો-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. મધ્યમ વર્ગ તેમજ શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જાહેરનામાના કરાતા રહેતા ફેરફારોને લીધે વેંચાણના સમયે બાબતે વેપારીઓમાં થોડી નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વર્ષોથી ભુજની બજારોમાં ઘરાકી સાંજના પાંચ વાગ્યા પછી નીકળતી હોય છે. જ્યારે ધંધો કરવાનો સમય આવે ત્યારે સાંજે પાંચ વાગ્યે દુકાન બંધ કરવી પડતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. લોકડાઉનના લીધે માલની આવક પુરતા પ્રમાણમાં શરૃ થઈ ન હોવાથી કેરીના ભાવ વાધે છે. હાફુસના કિલોના રૃા.રપ૦થી ૩૦૦, સુંદરીના રૃા.૧૦૦ અને બદામ કેરીના રૃા.૮૦ ભાવ છે. બપોર સુાધી ખાસ ઘરાકી જોવા મળતી નાથી. આગામી સમયમાં કચ્છની કેસર કેરી બજારમાં આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.