Get The App

વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી : ગુજરાત સરકારે આ કામ માટે ફાળવ્યા 10 કરોડ રૂપિયા, રાજવી પરિવારે આપ્યો સિંહફાળો

Updated: Oct 4th, 2024

GS TEAM


Google News
Google News
વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી : ગુજરાત સરકારે આ કામ માટે ફાળવ્યા 10 કરોડ રૂપિયા, રાજવી પરિવારે આપ્યો સિંહફાળો 1 - image

Caracal Conservation Breeding : કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયા ફાળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ખાતે આયોજીત એક સમારોહમાં આ જાહેરાત કરી હતી.
વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી : ગુજરાત સરકારે આ કામ માટે ફાળવ્યા 10 કરોડ રૂપિયા, રાજવી પરિવારે આપ્યો સિંહફાળો 2 - image

સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો : જો રાજ્યમાં હેલ્મેટ વિના નિકળશો તો ખેર નહીં... જાણો હાઈકોર્ટે શું આપ્યો આદેશ

વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી : ગુજરાત સરકારે આ કામ માટે ફાળવ્યા 10 કરોડ રૂપિયા, રાજવી પરિવારે આપ્યો સિંહફાળો 3 - image

આ પણ વાંચો : ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધારવા કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, આ બે યોજનાને આપી મંજૂરી

કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા 28 જેટલા સસ્તન, 28 સરિસૃપ અને 242 વિહંગ પ્રજાતિ મળી કુલ 296 જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહીં 243 જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે.

વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી : ગુજરાત સરકારે આ કામ માટે ફાળવ્યા 10 કરોડ રૂપિયા, રાજવી પરિવારે આપ્યો સિંહફાળો 4 - image

કચ્છના રાજવી પરિવારે 4900 હેક્ટર જમીનનો કબ્જો રાજ્ય સરકારને સોંપ્યો હતો

વન્યજીવ અને વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટીવિટીની પણ સંભાવના ધરાવે છે. આ ચાડવા રખાલની 4900 હેક્ટર જમીનનો કબ્જો કચ્છના રાજવી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વનવિભાગને સોંપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા 10 કરોડ રૂપિયા ફાળવીને વન્યપ્રાણી સપ્તાહની હાલ ચાલી રહેલી ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ આપી છે.



Tags :