Updated: Mar 11th, 2023
નખત્રાણા, તા.૭
પશ્ચિમ કચ્છના નખત્રાણા નગરની વચ્ચેાથી હાઈવે પસાર થતો હોઈ સૃથાનિક રહેવાસીઓને અહીંથી પસાર થવું જીવને જોખમમાં મુકવા જેવું સાબિત થઈ રહ્યું છે. કાયમી ટ્રાફિક સમસ્યાના કારણે નાના-મોટા અકસ્માતો કાયમી બનતા રહે છે ઘણી વખત કોઈ નિર્દોષને જાનાથી હાથ ધોવા હોવા પડયાં છતાં જવાબદાર સત્તાધીશો હાથ ઉપર ધરી તમાસો જોઈ રહ્યા હોય એમ વકરતી ટ્રાફિક સમસ્યા સૃથાનિકો માટે માથાના દુખાવારૃપ સાબિત થઈ રહી છે.
આ અંગેની વધુ વિગતો મુજબ પશ્ચિમ કચ્છમા તીર્થાધામ નારાયણ સરોવર, માતાના મઢ ખાતે બારેમાસ વાહનોની અવર-જવર રહે છે. હાલે હાજીપીરના મેળા પ્રસંગે સુપર માર્કેટાથી કેવી રીતે હાઈસ્કૂલ સુાધી વાહનોના થપ્પેાથપ્પા લાગ્યા હોવાથી સીંગલ પટ્ટીના આ મહત્વના માર્ગાથી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકી ન હતી. સોદ્રાણાના શહેનશાહની દરગાહે સેંકડો શ્રદ્ધાળુઓ હાજપીરની દરગાહે માથું ટેકવવા આવ્યા હતા. ત્યારે ધાર્મિક સૃથાનોને જોડતા આ મહત્વના માર્ગે આડેાધડ પાર્કિંગના કારણે છેલ્લા બે દિવસાથી ટ્રાફિક સમસ્યાએ વિકરાળરૃપ લેતા દર્શનાર્થે આવતા શ્રધૃધાળુઓ સાથે શહેરની વચ્ચેાથી પસાર થતાં માર્ગના કારણે સૃથાનિકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસ હોવા છતાં આડેાધડ વાહન પાર્કિંગ અને સિંગલ પટ્ટીના માર્ગમાં નિયંત્રણ કરવું મુશ્કેલ બને એ સત્ય છે.
ટુંક સમયમાં ચૈત્રી નવરાત્રી શરૃ થતાં દેશ દેશાવરાથી માઈભક્તો મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા આવશ ેત્યારે વર્ષો જુની શહેરને સતાવતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે એક માત્ર ઉપાય બાયપાસ છે. સંબંધીત તંત્ર દ્વારા આ બાબતે સત્વરે ગંભીરતાથી વિચારે એ હવે સમયની માંગ હોવાનું સૃથાનિક જાગૃતો જણાવી રહ્યા છે.