Get The App

પવનચક્કી કોન્ટ્રાક્ટરો દ્વારા નખત્રાણા પંથકના ખેડૂતો પર ગુજારાતો અમાનુષી અત્યાચાર

- ભાજપના રાજમાં ખેડૂતો થયા પાયમાલ

Updated: Jan 4th, 2021

GS TEAM


Google News
Google News
પવનચક્કી કોન્ટ્રાક્ટરો દ્વારા નખત્રાણા પંથકના ખેડૂતો પર ગુજારાતો અમાનુષી અત્યાચાર 1 - image

નખત્રાણા,તા.૩

સરકારની મહેરબાનીથી હાલમાં કચ્છમાં પવન ચક્કી અઢળક પ્રમાણમાં લાગી રહી છે ત્યારે નખત્રાણા તાલુકાના નારણપર બેરુ રામપર વ્યાર કોટડા જડોદર અને જાડાય ગામના સીમાડામાં પણ પવન ચક્કી જેમને તેમ લાગી રહી છે જેમાં ખેડૂતોની માલિકીની જમીનમાં પવનચક્કી આવતી હોય છે ત્યારે આ પવન ચક્કી ના કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લેઆમ ખેડૂતો સામે દાદાગીરી કરી અને તેમને પરેશાન કરી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે.

ભાજપના રાજમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા છે એમ ખેડૂતોનો કોઈ સાંભળવા વાળુ નાથી રહ્યો. વહીવટીતંત્ર હોય કે પોલીસ ખાતું બાધા પવનચક્કી કંપનીઓ સાથે મળી ને કામ કરી રહ્યા છે. સરકારી જમીનમાં તો ગ્રામ પંચાયતોના સરપંચોને ફોડીને આ કંપનીઓ પોતાના પવનચક્કીના વીજવાયરો તાથા થાંભલાઓ આડેાધડ લગાવી રહ્યા છે પરંતુ અચરજ ની વાત તો એ છે કે ખેડૂતોના ખેતરોમાં અને વાડીઓમાં આવતા થાંભલાઓ લગાવવા માટે પણ કોઈ ખેડૂત ની પરમિશન લેવામાં આવતી નાથી અને થાંભલાઓ નું કામ શરૃ કરી દેવામાં આવે છે  જ્યારે ખેડૂતો અટકાવવા માટે જાય છે ત્યારે તેમના ઉપર ખોટી ફરિયાદો દાખલ કરી અને તેમને પરેશાન કરવામાં કોઈ કચાશ રાખવામાં આવતી નાથી. તેનો જીવતો જાગતો દાખલો થોડા સમય પહેલાં જ રામપર ગામની સીમમાં એક ખેડૂત ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પવન ચક્કીના થાંભલાઓનું પેટા કોન્ટ્રાક્ટ નું કામ ભાજપના હોદ્દેદારો ને જ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ નેતાઓ દબંગગીરી કરી અને ખેડૂતોને ધાક-ધમકી કરી ખોટી ફરિયાદો કરી અને ખોટા કેસમાં ફસાવી રહ્યા છે. આ ત્રાસમાંથી મુક્ત થવા માટે ખેડૂતો દ્વારા પણ પોકેટ મિટિંગ ગોઠવી અને પવન ચક્કીના પેટા કોન્ટ્રાક્ટરો સામે કઈ રીતે લડવું એની આગળની રણનીતિ તૈયાર થઈ રહી છે આ બાધું જોતા એવું ચોક્કસપણે માની શકાય કે આગામી દિવસોમાં ખેડૂતો અને પવન ચક્કી સંચાલકોનું સંઘર્ષ પરાકાએ પહોંચસે ત્યારે કંઈક નવાજૂની થશે એ વાતમાં શંકાને કોઈ સૃથાન નાથી.

Tags :