Get The App

કચ્છમાં લોકો અને વેપારીઓ દ્વારા ચાઈનીઝ બનાવટોનો બહિષ્કાર શરૃ

- અંદાજીત ૩૦૦૦થી વધુ પ્રોડકટ કચ્છની બજારમાં વેચાય છે

Updated: Jun 19th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં લોકો અને વેપારીઓ દ્વારા ચાઈનીઝ બનાવટોનો બહિષ્કાર શરૃ 1 - image

ભુજ,ગુરૃવાર

સરહદ પર ચીન દ્વારા તંગ પરિસિૃથતિ સર્જાતા કચ્છ સહિત સમગ્ર દેશવાસીઓમાં ચીન પ્રત્યેનો અણગમો વાધી રહ્યો છે. લોકો હવે ચીની વસ્તઓનો બહિષ્કાર કરી રહ્યા છે તો વેપારીઓ પણ ચાઈનીઝ માલનો બહિષ્કાર કરવાના મુડમાં છે જેાથી ચીનની આિાર્થક કમર ભાંગી શકાય.

ચીનમાંથી ઉદભવેલા કોરોના વાયરસના કારણે આૃર્થતંત્ર ડામોડળ થઈ રહ્યું છે ત્યારે સ્વદેશી વસ્તુઓ અપનાવવા જિલ્લામાં ઠેરઠેર ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે તો વેપારીઓ પણ જયાં સુાધી ચાઈનીઝ માલનો સ્ટોક છે તે ધીરે ધીરે વેચી દીધા બાદ નવા ચાઈનીઝ ઉત્પાદનની વસ્તુઓનો ઓર્ડર આપવાનું ટાળતા હોવાનું ભુજમાં વર્ષોથી રમકડા સહિત ગીફટનું વેચાણ કરતા વેપારી અગ્રણી દ્વારા જણાવાયું હતું. વધુમાં આ ધંધાર્થીના કહેવા મુજબ ચાઈનાની ૩૦૦૦થી વધુ પ્રોડકટ દેશમાં આયાત થતી હોવાથી આ બનાવટોનું ઉત્પાદન જો દેશમાં જ કરવામાં આવે એ માટે ઉત્પાદકોને આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે વેપારીઓ પણ ભારતીય પ્રોડકટનો જ આગ્રહ રાખે એ વર્તમાન સમયમાં અત્યંત જરૃરી છે.

રમકડા સ્ટેશનરી, બિલ્ડીંગ મટીરીયલ, ચોકલેટ, કોસ્મેટીક, ટેક્સટાઈલ, ફર્નિચર સહિત અંદાજીત ૩૦૦૦થી વધુ ચાઈનીઝ પ્રોડકટ કચ્છ જિલ્લાની બજારોમાં વેચાય છે તેાથી કચ્છ સહિત સમગ્ર દેશમાંથી કરોડો રૃપિયા ચીન પાસે જાય છે. આ અટકાવવા દેશમાં જ આ તમામ વસ્તુઓનું પ્રોડકટ ઉત્પાદન કરવા પ્રયાસો હાથ ધરવા અનિવાર્ય છે.

ઉપરાંત સામાન્યતા હોળી વખતે અલગ અલગ ડિઝાઈનના આકર્ષક પીચકારી તો, ઉતરાયણમાં ચાઈનીસ પતંગની દોર જો કે, આ વરસે ચાઈનીસ દોર પર પ્રતિબંધ હોવાથી વેચાણ બંધ હતું પરંતુ ઘણા લોકો ચાઈનીસ દોરીની માગ કરતા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. દિવાળીમાં ફટાકડા પણ ચાઈનીસ હોવાનું ધંધાર્થીઓ જણાવે છે. આમ જાણતા અજાણતા ભારતભરની બજારોમાંથી કરોડો રૃપિયા રડી લેતું હોય છે. આ અટકાવવા માટે પતંગના કારીગરો, ફટાકડાના કારીગરો અને પીચકારી માટેના ઉત્પાદન સૃથાનિકે જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

એક તરફ કોરોના અંગે ચીનના વલણને લઈને વિશ્વના અનેક દેશો ચીનાથી નારાજ હોઈ ચાઈનાની પ્રોડકટનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભારત માટે તો ભારત ચીનની સરહદે તંગદીલી સર્જાઈ છે. ભારતીય સપુતોએ ેશની રક્ષા કરતા ચીન સામેના ઘર્ષણમાં શહીદી વહોરી છે ત્યારે ભારતના છેવાડાના આ સરહદી કચ્છ જિલ્લામાં પણ બજારોમાં મોટા ભાગની પ્રોડકટ ચાઈનાની છે તે નો બહિષ્કાર કરવા હવે વેપારીઓ અને લોકોમાં પણ જાગૃતતા આવવા લાગી છે.

Tags :