કચ્છમાં માહી ડેરી દ્વારા એક દિવસ માટે દુધ લેવાની ના પડાતા પશુપાલકોમાં રોષ
- દુધ બનાવટની વસ્તુઓનું ઉત્પાદન બંધ હોય આવો નિર્ણય લેવો પડયો
- પ્રતિદીન ૪ લાખ લીટર દુધ ભરાવાતુ હોવા છતા ડેરી સંચાલકોના નિર્ણયથી માલધારીઓને ફટકો : લોકડાઉનમાં પશુપાલકોના બદલે પોતાનું હિત જોયું
ભુજ,ગુરૃવાર
લોકડાઉન ટાંકણે ખરા આૃર્થમાં મદદરૃપ થવાના બદલે માહી ડેરી દ્વારા પોતાના પશુપાલકોને અન્યાય કરાતો હોય તેમ ગત ૧૩ તારીખે એક દિવસ દુાધ સ્વીકારવામાં આવ્યુ ન હતુ. તેવામાં આગામી વધુ એક વખત ૧૭ તારીખે કચ્છમાં માહી ડેરી દ્વારા દુાધ સ્વીકારવાની ના પડાતા પશુપાલકોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.
દેશમાં ફેલાયેલી કોરોનાની મહામારીને રોકવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. આવા ટાંકણે રોજનું કમાઈ ખાતા વર્ગની આિાર્થક સિૃથતી ડામાડોળ બની છે. ત્યારે, સરકારાથી માંડીને સંસૃથાઓ, કંપનીઓ આવા વર્ગને મદદરૃપ થવા આગળ આવી રહી છે. બીજી તરફ કચ્છમાં માહી ડેરીનો ઉલ્ટો તાલ જોવા મળી રહ્યો છે. એકલા કચ્છમાં દરરોજનું માહી ડેરી દ્વારા ચાર લાખ લીટર દુાધ ભરવામાં આવે છે. તેમ છતા લોકડાઉનના પગલે માહી ડેરી દ્વારા તાજેતરમાં ૧૩ તારીખે કચ્છમાં દુાધ લેવાની ના પાડવામાં આવી હતી. અને હવે આગામી ૧૭ તારીખે પણ માલાધારીઓને દુાધ સ્વીકારવાની ના પાડી છે. પરિણામે, માલાધારીઓમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ સરહદ ડેરી દ્વારા આવા લોકડાઉનના કપરા સમયમાં ડેરી સાથે સંકળાયેલા લોકો માટે વાધારાના રૃ.એક કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલુ જ નહિં ડેરીના સભાસદો સિવાયના પશુપાલકોનું પણ દુાધ સ્વીકારવામાં આવી રહ્યુ છે. બોનસ પણ આપવામાં આવશે અને સભાસદો સિવાયનાઓને પણ ખાણદાણ આપવાની વાત કરી છે. ત્યારે બીજી તરફ માહી ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકો સાથે આવા કપરા સમયે મદદ કરવાની વાત તો દુર રહી પરંતુ આિાર્થક રીતે નુકશાન પહોંચાડાતુ હોય તેમ હવે જિલ્લા દીઠ વારાફરતી સપ્તાહ પ્રમાણે દુાધ લેવાની પણ ના પાડે છે. માલાધારીઓએ જણાવ્યુ હતુ કે, આવી પરિસિૃથતીમાં માહી ડેરી દુાધ સ્વીકારવાની પાડશે તો માલાધારીઓની હાલત શું થશે? એક જ અઠવાડીયમાં બબ્બે વખત ડેરી દ્વારા દુાધ સ્વીકારવામાં આવે નહિં તે વ્યાજબી નાથી. માલાધારીઓ હેરાન પરેશાન ન થાય અને ગુજરાત સરકારની ગાઈડ લાઈન મુજબ દુાધ સ્વીકારે તેવી વ્યવસૃથા કરવા માંગ કરાઈ છે.
આ બાબતે માહી ડેરીના એમ.ડી. યોગેશ પટેલ સાથે વાત કરતા તેમણે કારણ ધરતા જણાવેલ કે, હાલમાં લોકડાઉનના પગલે દુાધ બનાવટની વસ્તુઓનું ઉત્પાદન બંધ હોતા જિલ્લા પ્રમાણે સપ્તાહમાં વારાફરતી એક વખત દુાધ લેવાનું બંધ કરાયુ છે. દુાધ લેવાથી બગડી જાય છે અને નિકાલ પણ થતો નાથી એટલે દુાધનો ભરાવો થઈ જાય છે. તેમજ, મુંબઈ અને દિલ્હીમાં પણ દુાધની માંગ ઘટતા હંગામી ધોરણે આવો નિર્ણય લેવાની ફરજ પડી છે. લોકડાઉન બાદ કાયમી રીતે જેમ દુાધ લેવાતુ હતુ તેવી જ વ્યવસૃથા કરાશે તેમ જણાવેલ હતુ.