- પાકો શેડ બનાવી દબાણકારોને બેસાડવા હિલચાલ
- સરકારી તંત્ર દ્વારા જ પાણીના વ્હેણ પર થતા બાંધકામ નખત્રાણા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન
નખત્રાણા : નખત્રાણા શહેરમાં થોડા વર્ષો પહેલા અદ્યતન બસ સ્ટેન્ડ બનાવી ચારે બાજુ દિવાલ ઉભી કરાઈ છે અને વૃક્ષોનું ઉછેર પણ કરવામાં આવ્યું છે.છેલ્લા એકાદ બે માસ થી બસ સ્ટેશનનાં અંદરના ભાગે દિવાલ પર બાધકામ કરી શેડ બનાવવામાં આવી રહ્યા છે.જે અંગે એસ.ટી. વિભાગની કોઈ જ મંજુરી લેવામાં આવી નથી તેવું જાણવા મળ્યું છે.
બસ સ્ટેન્ડની દિવાલ ની ચારેબાજુ ત્રણ ત્રણ ફુટના પતરાના પાકા શેડ બનાવી દેવા માં આવ્યા છે.અ ને બહારની બાજુએ આ શેડ નીચે પાકા ઓટલા બનાવી પાણીનો વહેણ બંધ કરી ચોક્કસ લોકોને દબાણ કરી બેસાડવા એક રાજકીય વ્યક્તિ દ્વારા હિલચાલ થઈ રહી છે. જેની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બાંધકામ સરકારી ગ્રાન્ટ માંથી બની રેહયું છે અને એસ.ટી વિભાગની કોઈ પરવાનગી કે એમને જાણ સુધા કરવામાં આવી નથી. સરકારી ગ્રાન્ટ નો ઉપયોગ કરી સરકારી મિલકત પર દબાણ થઈ રહ્યુંં છ ે.બસ સ્ટેન્ડમાં ઉભેલા મોટા મોટા વૃક્ષો પતરાના સેડ માં દબાઈ ગયા છે અને એ વૃક્ષો ને કાઢવાની કોશિષ થઈ રહી છે . એક બાજુ સરકાર વૃક્ષ વાવો એમનું જતન કરો ના સ્લોગન લગાવી રહી છે તો અહીં બસ સ્ટેન્ડ માં વૃક્ષોનું નિકંદન કરવાનીકોશિષ થઈ રહી છે.જાણકાર સૂત્રો માંથી મળતી માહિતી મુજબ નખત્રાણા એક રાજકીય વ્યક્તિ એ સરકારી ગ્રાન્ટ લઈ ને આ બસ સ્ટેન્ડ માં વગર પરમિશન આંખે આખો શેડ ચારેબાજુ ઉભું કરી દીધું છે. હવે ઓટલા બનાવી એમના મળતીયા ધંધાર્થી ઓને બેસાડવાની તૈયારી થઈ રહી છે. બસ સ્ટેન્ડ દીવાલ બહાર પાણીના મોટા વહેણ પર પણ દબાણ કરી મોટા મોટા ઓટલા બનાવી દેવાયા છે.નખત્રાણાની સરકારી મિલ્કત પર સરકારી નાણાં ખર્ચી દબાણ થતું હોય તો નવાઈ પામવા જેવું છે.
આ બાબતે નખત્રાણા એસ ટી ડેપો મેનેજર ને પૂછતા જણાવ્યું કે, આ બાંધકામ માટે કોઈ પરવાનગી અમે આપી નથી ને એમને ધ્યાન આવતા બંધ કરવા નું કીધું છે ને જે બાંધકામ કરે છે તેમને નોટિશ પાઠવી ખુલાસો માગ્યો છે હાલ કામગીરી અટકાવી દીધી છે. એસ ટી ની મલિકી મિલ્કત દબાણ થઈ રેહયું છે તે કેમ નથી અટકાવતા? તો હસતા કીધું અટકાવ્યું છે. પણ, બસ સ્ટેન્ડ અંદર બહાર ઓટલા ને સેડ બનાવી થઈ રેહયા છે ને કામગીરી ચાલુ છે ..છતાં મજબૂરી કે ભાગીદારી હશે કે દબાણ ઉભું કરવા માં આવી રહ્યુંં છે.
કોન્ટ્રાકટરને પૂછતા જણાવ્યું કે, હા સાચી વાત છે વૃક્ષ દબાઈ ગયા છે અને જે કામગીરી થઇ રહી છે તે મારા માણસો છે. આ કામ ન કરવા કીધું પણ માર્ગ મકાન સ્ટેટ ના ઠાકોર સાહેબના લાગણીઓ ને સંબંધ ના કારણે કહેવાથી કરું છું. બાકી મંજૂરી નથી.વિવાદ થશે તો બંધ કરી દઈશ ઝાડ નહિ કાઢું. માર્ગમકાન નખત્રાણા ટોપીવાલાને પૂછતાં જણાવ્યું કે, કામગીરી અમારા માર્ગદર્શન હેઠળ થાય છે પણ, એસ ટી વિભાગીય કચેરી એ આ કામ બાબતે કોઈ વાંધો કે નોટિસ અમને હજી સુંધી લેખિત માં આપી નથી .પાણીના વહેણ પર આપ સરકારી નાણાં નો ઉપયોગ કરી રહ્યા છો. જે અંગે કોઈ જવાબ આપી શક્યા ન હતા.પણ નખત્રાણા બસ સ્ટેન્ડ પર દબાણ ઉભું થઇ રહ્યું છે જે જગ જાહેર છે.


