કચ્છમાં યુરિયા ખાતરની કાળાબજારી વધુ ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ
- થેલી દિઠ રૃ.૨૬૬ના બદલે રૃ.૪૦૦ સુધીના ભાવની કરાતી લૂંટ
- છેવાડાની મંડળીઓ સુધી પુરતા પ્રમાણમાં ખાતર પહોંચતું ન હોવાથી રોષ
ભુજ, સોમવાર
કચ્છ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં મંડળીઓમાં ખાતરની અછત વર્તાઈ રહી છે. મંડળીઓને ખાતર નહંીં મળતા તેનો લાભ સંગ્રહખોરો લઈ રહ્યા છે. હાલે રવિસિઝનમાં એક તરફ ખાતરની જરૃરીયાત વર્તાઈ રહી છે બીજીતરફ ખાતરની કાળાબજાર થતી હોવાથી ખેડુતોને ભોગવવાનું આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા તાલુકા અને ગ્રામ્ય સ્તરે મંડળીઓની વ્યવસૃથા હોવાછતાં કચ્છમાં થોડા સમયાથી ખાતરની તંગી સર્જાઈ છે. જેાથી ઘણા સમયાથી ધરતીપુત્રો હાલાકી વેઠી રહ્યા છે. અમુક મંડળીઓમાં ખાતરનો જથૃથો આવતા નીકળી જતાં તમામ કિસાનોને માલ મળી શકતો નાથી. હાલે રવિસિઝનમાં ખાતરની તાતી જરૃરીયાત છે પરંતુ અછતના કારણે ધરતીપુત્રોના પાક નિષ્ફળ જવાની નોબત આવી છે. હાલમાં ઘઉં, રાયડો, જીરૃ સહિતના પાકને પાણીની સાથોસાથ ખાતરની તાતી જરૃરીયાત છે પરંતુ અછતના કારણે કાળા બજારીઓ તેનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. યુરિયાની એક થેલીનો ભાવ રૃ.૨૬૬.૫૦ નિાર્ધારીત કરાયેલો હોવાછતાં ખેડૂતોને નાછૂટકે ૩૫૦ થી ૪૦૦ રૃપિયામાં ખરીદવો પડે છે મંડળીઓમાં પુરતું ખાતર ન હોવાથી ખેડુતો લુંટાઈ રહ્યા છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં અિધકારીઓની રહેમનજર તળે કાળાબજાર વાધી ગયું છે.જેાથી ખેડુતોને ધક્કા ખાવા છતાં ખાતર મળતું નાથી.
અબડાસા તાલુકામાં પુરતા જથ્થામાં યુરિયા ખાતર ફાળવવાની માંગણી
રવિ પાકના વાવેતર ટાણે જ કચ્છ જિલ્લામાં ખેતી કરતા વિસ્તારોમાં ખાતરની તીવ્ર અછતના કારણે ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં કોઠારા ગામમાં ખાતર લેવા આવેલા ખેડૂતોની પડાપડી જેવો માહોલ સર્જાતા ખાતરનો પુરતો જથૃથો ફાળવવાની માંગ કરાઈ છે.
અબડાસા તાલુકામાં હાલ શિયાળુ પાકની તૈયારી ચાલી રહી છે. ઘઉં જેવા પાકને યુરિયા ખાતરમાં જથૃથો નહોતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સરકારી રાહે અપાતા કોઠારા ડેપોમાં યુરિયા ખાતર લેવા માટે ધરતીપુત્રો પડાપડી કરતા નજરે પડયા હતા. જો સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતે ગંભીરતા સમજી સરકાર દ્વારા સત્વરે તમામ ખાતર ડેપોમાં પુરતી માત્રામાં ખાતરનો જથૃથો ફાળવે તેવી માંગણી કરવામાં આવી છે.