- બાયો ડીઝલ વપરાશના ફાયદા ઘણા પરંતુ તેનું વેંચાણ કરવુ એ ગેરકાયદેસર
- બાયો ડીઝલ રતન જયોત, મહુડો, સોયાબીન, સરસવ, સુર્યમુખી, રસોઈમાં વપરાશમાં લીધેલ તેલ, તૈલી, વૃક્ષો, પ્રાણીઓની ચરબી અને બિન ઉપયોગી તેલ તેમજ કેટલીક શેવાળમાંથી બનાવાય
ભુજ : પેટ્રોલ-ડીઝલના ભાવની સરખામણીએ ઓછા ભાવે ગેરકાયદેસર મળી રહેતા બાયોડીઝલના વેંચાણમાં વધારો થતા આ કાળા કારોબાર સામે આખરે રાજય સરકારે લાલ આંખ કરી છે અને સમગ્ર ગુજરાતમાં આ બાયોડીઝલના વેંચાણની પ્રવૃતિ અટકાવી પોલીસને કડક કાર્યવાહી કરવા સુચના આપી છે ત્યારે બાયો ડીઝલ વાપરનારા અને ગેરકાયદે તેનું વેંચાણ કરનારાઓ પણ આ બાયોડીઝલ નામના ઈંધણ વિશે પુરતી માહિતી ધરાવતા નહિં હોય. બાયો ડીઝલ શું છે? તેના વપરાશના ફાયદાઓ, બાયો ડીઝલની ચકાસણી અને બાયોડીઝલ વાપરતા એન્જીનની કામગીરીની તેના પર પડતી અસરની માહિતી પણ એટલી જ રસપ્રદ છે. પેટ્રોલ-ડીઝલના વપરાશથી છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિગની સમસ્યા વધી રહી છે. તો બીજીતરફ બાયોડીઝલથી પ્રદુષણ ફેલાતુ નથી તે પણ એ હકીકત છે. સામાન્ય રીતે બાયો ડીઝલ રતન જયોત, મહુડો, સોયાબીન, સરસવ, સુર્યમુખી, રસોઈમાં વપરાશમાં લીધેલ તેલ, તૈલી, વૃક્ષો, પ્રાણીઓની ચરબી અને બિન ઉપયોગી તેલ તેમજ કેટલીક શેવાળમાંથી બનાવવામાં આવે છે.બાયો ડીઝલ એક પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે જે વનસ્પતિ તેલ તેમજ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવે છે. જેને ટ્રાન્સએ અરીફિકેશનની એક કેમિકલ પ્રોસેસથી બનાવવામાં આવે છે. વનસ્પતિ તેલમાં ફેટ્ટી એસિડ આવેલા હોય છે. જેમને આ પ્રોસેસની મદદથી મોનોઆલ્કલીમાં રૂપાંતરિત કરવામાં આવતો હોય છે.
વનસ્પતિ તેલમાંથી બાયો ડીઝલ બનાવવાની પ્રક્રિયા કઈ રીતે થાય?
સામાન્ય રીતે વનસ્પતિ તેલમાંથી બાયો ડીઝલ બનાવવા આ પ્રોસેસનો ઉપયોગ થાય છે. જેમાં મીથેનોલ, સોડીયમ હાઈડ્રોકસાઈડ/પોટેશ્યમહાડ્રોકસાઈડ(આલ્કલી) ઉદ્રિપક તરીકે લેવામાં આવે છે. બાયોડીઝલ બનાવવા માટે મુખ્ય પરિબળો, વનસ્પતિ તેલનું તાપમાન અને ઉમેરવામાં આવતા ઉદ્રિપક ઉમેરવામાં આવતા ઉદ્રિપક અને મીથેનોલની માત્રા પર આધારિત રાખે છે. સૌ પ્રથમ ૧ લીટર વનસ્પતિ તેલને ૫૫થી ૬૦ સે. તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ૧થી ૧.૫% જેટલો સોડીયમ હાઈડ્રોકસાઈડ અને ૨૦ % મીથેનોલના દ્રાવણને ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને ૧થી ૩ કલાક સુધી હલાવી ઠંડુ કરવામાં આવે છે. ઠંડુ થયા બાદ તેલમાથી ગ્લીસરીન બાયો ડીઝલ છુટુ પડે છે. મિશ્રણની અંદર ગ્લીસરીન નીચેના ભાગે અને બાયો ડીઝલ છુટુ પડે છે. મિશ્રણની અંદર ગ્લીસરીન નીચેના ભાગે અને બાયો ડીઝલ ઉપરના ભાગે તરી આવે છે. મળેલ બાયો ડીઝલને હુંફાળા પાણીની મદદથી ત્રણથી ચાર વાર ધોવામાં આવે છે. જેના કારણે બાયો ડીઝલમાં રહેલ સોડીયમ હાઈડ્રોકસાઈડ પાણી સાથે રહી નિકળી જાય છે.
જો ડીઝલની અંદર 2% સુધી બાયો ડીઝલ ઉમેરવામાં આવે તો ડીઝલનું 65% સુધી લીલાપણુ વધારી શકાય
બાયોડીઝલનો સીટેન નંબર વધારે હોવાથી ડીઝલ એન્જિનની અંદર બાયોડીઝલ જલ્દીથી સળગે છે અને અવાજ ઓછો ઉત્પન્ન કરે છે. બાયોડીઝલનો સીટેન નંબર વધારે હોવાથી તેની ઉષ્મા શકિત ઓછી હોવાના કારણે દેશના અર્થતંત્ર પર બહુ અસર પડતી નથી. જુદી જુદી સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા બાયો ડીઝલનું ૧૬ મિલીયન માઈલ્સ સુધી ઉપયોગ કરતા માલુમ પડયુ હતુ કે, એન્જનના ટોર્ક, હોર્સપાવર તેમજ અર્થતંત્ર પર બહુ અસર પડતી નથી. ડીઝલ બળતણમાં રહેલ લીલાપણુને લીધે એન્જિનમાં આવેલ એન્જીન ફયુઅલ ઈજેકશન પંપ અથવા ફયુઅલ ઈજેકટરમાં થતા ઘર્ષણને રોકવા માટે જવાબદાર હોય છે. વધારે લીલાપણાના કારણે એનજીના પાની કાર્યક્ષમતા અને એન્જિન વધારે સમય સુધી સારી રીતે ચાલે છે. જો ડીઝલની અંદર ૨% સુધી બાયો ડીઝલ ઉમેરવામાં આવે તો ડીઝલનું ૬૫% સુધી લીલાપણુ વધારી શકાય છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં જેલ અથવા ગઠ્ઠા બાધી જાય છે. એવુ જ બાયો ડીઝલમાં પણ થાય છે. પરંતુ બાયો ડીઝલની કલાઉડ અને પોર પોઈન્ટ વધારે હોય છે. જયારે ૨૦% સુધી બાયો ડીઝલ સામાન્ય ડીઝલમાં ઉમેરવામાં આવે તો જેલ અથવા ગઠ્ઠા બાજવાની અસર વધારે દેખાય છે. આને અટકાવવા માટે વિન્ટર ગ્રેડ ડીઝલ અથવા કોલ્ડ ફલો એડિટિસ વાપરવામાં આવે છે.
અન્ય બળતણથી સરખામણીએ ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન 41% જેટલુ ઓછુ થાય છે
બાયો ડીઝલ એક પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે જેનો ઉપયોગ પેટ્રોલીયમ ડીઝલની જેમ વાપરી શકાય છે. બહોળા પ્રમાણમાં વનસ્પતિ તેલનુ ઉત્પાદન કરવાથી બાયો ડીઝલ બનાવવામાં આર્થિક ફાયદો થઈ શકે છે. બાયો ડીઝલએ પેટ્રોલીયમ ડીઝલની સરખામણીએ ઓછા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે. અન્ય બળતણથી સરખામણીએ ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન ૪૧% જેટલુ ઓછુ થાય છે. બાયો ડીઝલનો ફલેશ પોઈન્ટ ૧૫૦ સે. તાપમાન કરતા વધારે હોવાથી ટ્રાન્સપોર્ટેશન સરળ રહે છે તેમજ તે નોન ટોક્ષિક અને બાયોડીગ્રેડેબલ છે. ( નોંધ: જો કે, બાયો ડીઝલ વપરાશના ફાયદા ઘણા છે પરંતુ તેનું વેંચાણ કરવુ એ ગેરકાયદેસર છે.)
બાયોડીઝલની ચકાસણી કેવી રીતે કરી શકાય
બાયો ડીઝલ બન્યા બાદ તેની ચકાસણી (છજી્સ્ ઘ૬૭૫૧ેની પ્રક્રિયા મુજબ) કરવામાં આવે છે. જેમાં બાયો ડીઝલની ગુણવતા તેમજ બળતણની વિશિષ્ટતા ચકાસવામાં આવે છે. જેમાં બાયોડીઝલની ગુણવતા તેમજ બળતણની વિશિષ્ટતા ચકાસવામાં આવે છે.


